રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા17 એપ્રિલ, 2025| Super Admin

અમીરગઢમાં રબારિયામાં જમીન વિવાદને લઈ ભાઈએ ભાઈની હત્યા ને આપ્યો અંજામ

અમીરગઢમાં રબારિયામાં જમીન વિવાદને લઈ ભાઈએ ભાઈની હત્યા ને આપ્યો અંજામ
અમીરગઢના રબારિયા માં જમીન વિવાદને લઈ સગા બે ભાઈઓ વચ્ચેના ઝઘડાએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતાં સગા ભાઈએ પરિવાર સાથે ચડાઈ કરી લાકડીના માર મારી મોતને ઘાટ ઉતારી દેતાં ચકચાર મચી જવા પામેલ છે. અમીરગઢના રબારીયા માં ચકચારી ઘટના ઘટતા જમીન વિવાદને લઈ સગાભાઇએ ભાઈનું ઢીમ ઢાળી દીધું છે. રબારિયાં માં આદિવાસી પરિવારમાં અઘટિત બનાવ બનેલ છે બે ભાઈઓની જમીન વહેચણી થઈ તેના બાદ બંને ભાઈ ઓમાં આ બાબતે તકરાર ચાલતી રહેતા જમીન વહેચણી મા અન્યાય થતાં ઓછી જમીન ભાગમાં આવેલ છે. આ વિવાદ ચાલતા અંતે વિવાદ વકરતા ભોગ બનેલ રતનાભાઈ ખરાડી ના ભાઈ ભાભી અને ભત્રીજી એકસંપ થઈ તેઓના ઘરે ચડી આવી એમને જમીન મા અન્યાય થયો છે એમને કેમ જમીન ભાગે ઓછી આવેલ છે. એમ કહી ગાળો બોલતા ભોગ બનેલ ઈસમે ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઈ જઈ આરોપીઓ દ્વારા ધોકા વડે માર મારતા રતનાભાઇ નો પરિવાર અને આસપાસના લોકો વચ્ચે પડતા આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા પરંતુ માર મારી રતનભાઈ ની હાલત બગડતા એઓને તાત્કાલિક પાલનપુર સારવાર માટે લઈ જવામાં આવતા સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં અમીરગઢ પી.આઇ એસ.કે પરમાર અને એ.એસ.પી સુમન નાલા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આ દિશામા કાર્યવાહી કરતા ગણતરીના કલાકોમાં આરોપીઓને પકડી જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી કરેલ છે. રબારીયાં પોલીસ છાવણીમાં ફેરવાયું; રબારિયમાં ભાઈએ ભાઈનું મોત નિપજતા ભરેલા અગ્નિ જેવો માહોલ બનતા કોઈ આઇચ્છનીય ઘટના ન બને તે માટે રાબારીયા માં ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને મરણજનાર ની લાશનો અંતિમસંસ્કાર કરવા ની તૈયારીઓ કરવામાં આવી હતી. આરોપીઓ નાથાભાઈ કેશાભાઈ ખરાડી.  ભાઈ ગલબીબેંન નાથાભાઈ ખરાડી. ભાભી નીતાબેન નાથાભાઈ ખરાડી. ભત્રીજી તમામ.રહે. રનારિયા તા.અમીરગઢ

સંબંધિત સમાચાર