લાખણી તાલુકાના મડાલથી ટરૂવા અને લાલપુરને જોડતો આશરે 8 વર્ષ જૂનો માર્ગ હાલ અત્યંત જર્જરિત હાલતમાં છે. રસ્તા પર ઠેરઠેર મોટા ખાડા પડી ગયા છે અને રોડની બંને બાજુઓ પણ તૂટી જતાં વાહનચાલકોને એકબીજાને સાઈડ આપવામાં ભારે મુશ્કેલી પડે છે.ખાસ કરીને ચોમાસા દરમિયાન ખાડાઓમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ખાડાનો અંદાજ આવતો નથી, જેના કારણે અકસ્માતની ભીતિ સતત રહે છે તેમજ વાહનોને નુકસાન પણ પહોંચી રહ્યું છે.આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં ગ્રામજનો, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને નોકરી-ધંધા માટે અવરજવર કરતા લોકો પસાર થાય છે, પરંતુ ખરાબ રસ્તાને કારણે તેમનું રોજિંદું જીવન મુશ્કેલ બન્યું છે. સ્થાનિક લોકો લાંબા સમયથી માર્ગના રીસર્ફેસિંગની માંગ કરી રહ્યા છે.મડાલના સરપંચ ભરતભાઈ ઠાકોરે પણ એક વર્ષ અગાઉ સંબંધિત વિભાગને લેખિત રજૂઆત કરી હતી, છતાં આજદિન સુધી કોઈ કામગીરી હાથ ધરાઈ નથી. સમયસર કાર્યવાહી નહીં થાય તો વિસ્તારના લોકો ઉગ્ર રજૂઆત અને આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી ઉચ્ચારી છે.
- હોમ
- /ઉત્તર ગુજરાત
- /ગ્રામજનોમાં ઉગ્ર રોષ:મડાલ-ટરૂવા-લાલપુર માર્ગ બિસ્માર
ગ્રામજનોમાં ઉગ્ર રોષ:મડાલ-ટરૂવા-લાલપુર માર્ગ બિસ્માર

સંબંધિત સમાચાર
ઉત્તર ગુજરાતથરાદમાં રથયાત્રા પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
1 મહિના પહેલા
ઉત્તર ગુજરાતઅંબાજી શક્તિપીઠમાં રાત્રિ પૂજા પર માત્ર ગણતરીના ટ્રસ્ટોનો જ હક કેમ? સમાન તક આપવા હાઈકોર્ટમાં અરજી
1 મહિના પહેલા
ઉત્તર ગુજરાતડીસાના ભોયણમાં વીજકર્મીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી
1 મહિના પહેલા
ઉત્તર ગુજરાતઅમીરગઢમાં પાલનપુર-આબુ હાઇવે પર મૃતદેહ લઈ જતી રાજસ્થાનની એમ્બ્યુલન્સનો અકસ્માત
1 મહિના પહેલા
