રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

કુચાવાડા-ગણેશપુરા રોડ પરથી લાખોના વિદેશી દારૂ સાથે 3 આરોપી ઝડપાયા

કુચાવાડા-ગણેશપુરા રોડ પરથી લાખોના વિદેશી દારૂ સાથે 3 આરોપી ઝડપાયા

1194 બોટલ-ટીન, બે કાર અને 4 મોબાઈલ સહિત રૂ.20.84 લાખનો મુદ્દામાલ જપ્ત

બનાસકાંઠા રેન્જ આઈ.જી. કચેરીના સ્ટાફે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન હદમાં કુચાવાડાથી ગણેશપુરા રોડ પર બાતમીના આધારે વોચ ગોઠવી વિદેશી દારૂ ભરેલી હ્યુંડાઇ ક્રેટા કાર તથા તેની આગળ પાયલોટિંગ કરતી હ્યુંડાઇ વેન્યુ કારને ઝડપી પાડી હતી. પોલીસને જોઈ આરોપીઓએ વાહનો ભગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે પીછો કરી આગડોલ ગામની સીમમાં ઝાડી-ઝાંખરામાં અથડાયેલી ગાડીઓ સાથે ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા. કારની તલાશી દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ 1194 બોટલ/ટીન મળી આવ્યા હતા. પોલીસે દારૂ સહિત બે કાર અને ચાર મોબાઈલ ફોન મળી કુલ રૂ.20,84,942નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પકડાયેલા આરોપીઓમાં કેતુલભાઈ મોતીભાઈ સાલવી (પટેલ), રહે. ગઢ, તા.પાલનપુર, મહેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ વિહોલ, રહે. ચારૂપ, તા. સરસ્વતી, જી. પાટણ અને હિતેષકુમાર હાથીજી ભીલ, રહે. અનાવાડા, તા. જી. પાટણનો સમાવેશ થાય છે. જ્યારે દારૂનો સપ્લાયર ‘મહારાજ’, (રહે. ભીનમાલ રેલવે સ્ટેશન પાસે, રાજસ્થાન) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.આ મામલે ડીસા રૂરલ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર