ડીસા તાલુકાની સૌથી મોટી નવી ભીલડી ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 1 સભ્ય સતત ચાર વખત ગેર હાજર રહેતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ નવી ભીલડી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર 1 માં વિષ્ણુભાઈ રમેશ ભાઈ પરમાર ચૂંટાયા હતા. પરંતુ તેઓ ગ્રામ પંચાયતની મીટીંગમાં સતત ચાર વખત ગેરહાજર રહેતા પંચાયત દ્વારા ગુજરાત અધિનિયમ ની કલમ 58/ની જોગવાઇ ઓ મૂજબ તેઓ છેલ્લા ચાર માસથી ગ્રામ પંચાયતની કોઇપણ રજા લીધા વગર ગ્રામ પંચાયતની બેઠકોમાં લાગ લગાટ ગેરહાજર રહેતા ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં તારીખ 25/11/2025 ના ઠરાવ નંબર 31(1) ના સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

