બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા લાખણાસર ગામની સીમમાંથી લોકલ ક્રાઈમ બ્રાંચ, પાલનપુર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે એલસીબી ટીમે હ્યુન્ડાઈ ક્રેટા કાર (નંબર: GJ01HU4769) રોકી તપાસ કરતા ગાડીમાં બનાવેલ ગુપ્ત ખાના માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 94 બોટલ મળી આવી હતી. દારૂની કિંમત રૂપિયા 3,10,014/- અંદાજવામાં આવી છે. ઉપરાંત કારની કિંમત રૂપિયા 5,00,000/- તથા બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા 20,000/- મળી કુલ રૂપિયા 8,30,014/- નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. આ કામગીરી LCB બનાસકાંઠા દ્વારા હાથ ધરવામાં આવી હતી.આ સમગ્ર કામગીરી ચિરાગ કોરડીયા પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેંજ કચ્છ-ભુજ તથા પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. દારૂ-જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. એ.વી. દેસાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલસીબી પાલનપુરના માર્ગદર્શન હેઠળ ટીમે કાર્યવાહી કરી બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. દારૂ ભરાવનાર અને મંગાવનાર તમામ આરોપીઓ સામે પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં દારૂની હેરફેર સામે પોલીસે સખત વલણ અપનાવ્યું છે અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આગળ પણ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
બનાસકાંઠામાં દારૂની હેરફેર પર એલસીબીનો પ્રહાર : રૂ.8.30 લાખનો મુદ્દામાલ જપ્ત

ટેગ્સ:#Banaskantha#LCB#Patrolling#Local Crime Branch#Illegal Activities#Liquor Trafficking#Lakhnasar Village#LCB Banaskantha
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસામાં પોલીસને મોટી સફળતા : ચોરીની શંકાસ્પદ ઈકો ગાડી સાથે એક ઈસમ ઝડપાયો
19 કલાક પહેલા
બનાસકાંઠાચૂંટણી પહેલાં પોલીસ એક્શન મોડમાં : પાલનપુર એરોમાં સર્કલ પાસેથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ
20 કલાક પહેલા
બનાસકાંઠાગાંધીનગર સાયબર સેન્ટરનું મોટું ઓપરેશન : આંતરરાજ્ય સાયબર ગેંગનો પર્દાફાશ, પાલનપુરના 2 સહિત 16 આરોપીઓને ઝડપી પાડ્યા
20 કલાક પહેલા
બનાસકાંઠાવડગામમાં ચૂંટણીનો ગરમાવો : ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો, જિ.પં.માં 34 અને તા.પં.માં 101 ફોર્મ ભરાયા
2 દિવસ પહેલા
