પાલનપુરમાં નાની બજારના રહેણાંક મકાનમાંથી જુગાર રમતા ઈસમો ઝડપાયા

પોલીસે પાંચને રૂ. 62,870 ના મુદામાલ સાથે ઝડપ્યા
બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે પાલનપુરના નાની બજાર વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગાર ધામ પર રેડ કરી 5 ઇસમોને ઝડપી પાડ્યા હતા. જ્યારે ચાર ઈસમો નાસી છૂટ્યા હતા. જેને લઇ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા પોલીસ અધિક્ષકના દારૂ જુગારની પ્રવૃત્તિને ડામવા અંગે કડક કાર્યવાહીની સુચના અન્વયે બનાસકાંઠા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈના માર્ગદર્શન મુજબ એલસીબી સ્ટાફના માણસો પાલનપુર શહેરના પૂર્વ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમી આધારે પોલીસે નાની બજાર હુસેની ચોક શાહુફલીમાં રહેતા સિકંદરખાન બિસ્મિલ્લાખાન નાગોરી ના મકાનમાં રેડ કરતા રેડ દરમિયાન પાંચ ઈસમોને રોકડ રકમ અને મોબાઈલ સહિત કુલ 62,870/- ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જોકે ચાર ઈસમો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે પૂર્વ પોલીસ મથકે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર રમતા પકડાયેલા ઈસમો
પોલીસની રેડ દરમિયાન બીપીનભાઇ મફતલાલ પ્રજાપતિ (રહે. 73 નંદ સોસાયટી, કુબેરનગરની સામે,આકેસણ રોડ, અમદાવાદ હાઇવે પાલનપુર), રીઝવાન ઉર્ફ દાદા હમીદખાન નાગોરી (રહે.નાગોરી વાસ, કંસારા શેરી, હુસૈની ચોક પાલનપુર), ઇમરાન ઇસ્માઇલભાઇ સિંધી (રહે.જુના ડાયરા, ખોખરવાસ, પાલનપુર), અબ્બાસભાઇ ઉર્ફ ખલીફા અબ્દુલરહેમાન ખલીફા (રહે.ફોફળીયો કુવો,જુનાડાયરા,ખોખરવાસ, તા.પાલનપુર), અજરૂદ્દીન ઉર્ફ બાલી ઇકબાલભાઇ સલાટ (રહે.ભક્તોની લીંબડી, જમાદારનો વાસ તા.પાલનપુર) ને પકડી પાડયા હતા.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસામાં પોલીસને મોટી સફળતા : ચોરીની શંકાસ્પદ ઈકો ગાડી સાથે એક ઈસમ ઝડપાયો
19 કલાક પહેલા
બનાસકાંઠાચૂંટણી પહેલાં પોલીસ એક્શન મોડમાં : પાલનપુર એરોમાં સર્કલ પાસેથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ
20 કલાક પહેલા
બનાસકાંઠાગાંધીનગર સાયબર સેન્ટરનું મોટું ઓપરેશન : આંતરરાજ્ય સાયબર ગેંગનો પર્દાફાશ, પાલનપુરના 2 સહિત 16 આરોપીઓને ઝડપી પાડ્યા
20 કલાક પહેલા
બનાસકાંઠાવડગામમાં ચૂંટણીનો ગરમાવો : ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો, જિ.પં.માં 34 અને તા.પં.માં 101 ફોર્મ ભરાયા
2 દિવસ પહેલા
