પાલનપુર–કંડલા રેલ લાઇન પર ફાટક નં.28-C રેલ્વે તંત્ર દ્વારા બંધ કરવાની હીલચાલથી ખેડૂતોમાં રોષ

વડાવલ–કુપટ ગામના ખેડૂતોના હિત માટે એડવોકેટ દ્વારા રેલવે તંત્ર અને જિલ્લા પ્રશાસનને રજુઆત
ડીસા તાલુકાના કુપટ વડાવલ ગામે વચ્ચે આવેલ ફાટક નં. 28-C રેલ્વે તંત્ર હેઠળની પાલનપુર–કંડલા બ્રોડગેજ લાઇન પર બંધ કરવાની હીલચાલને લઇ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. આ મામલે વડાવલ ગામે ના ખેડૂત ઈશ્વરભાઈ લાલાભાઈ દેસાઈના હિતમાં એડવોકેટ મેરાજ એલ. દેસાઈ દ્વારા પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝન તેમજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને કાનૂની નોટિસ પાઠવવી રજુઆત કરવામાં આવી છે.
આ અંગે નોટિસમાં જણાવ્યા મુજબ ફાટક “ટ્રાફિક ઓછું” હોવાના કારણસર કાયમી બંધ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે, જે લોકહિત વિરુદ્ધ છે. વર્ષોથી આ ફાટક વડાવલ અને કુપટ ગામના ખેડૂતો માટે ખેતીની જમીન સુધી પહોંચવાનો મુખ્ય માર્ગ રહ્યો છે. ફાટક બંધ થવાથી ખેડૂતોને લાંબા અને જોખમી વિકલ્પ માર્ગ અપનાવવા પડશે, જેના કારણે કૃષિ ઉત્પાદન અને આર્થિક પરિસ્થિતિ પર ગંભીર અસર પડી શકે છે.
સાથે જ વિદ્યાર્થીઓ, મહિલાઓ, વૃદ્ધો અને દર્દીઓ માટે અવરજવર મુશ્કેલ બનશે તથા આપાતકાલીન આરોગ્ય સેવાઓમાં વિલંબથી જોખમ ઊભું થઈ શકે છે. નોટિસમાં 7 દિવસમાં લેખિત જવાબ માંગવામાં આવ્યો છે, નહીંતર કાયદેસર કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.
ટેગ્સ:#Banaskantha#farmers#Western Railway#railway administration#Palanpur-Kandla rail line#Gate No. 28-C
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસામાં પોલીસને મોટી સફળતા : ચોરીની શંકાસ્પદ ઈકો ગાડી સાથે એક ઈસમ ઝડપાયો
19 કલાક પહેલા
બનાસકાંઠાચૂંટણી પહેલાં પોલીસ એક્શન મોડમાં : પાલનપુર એરોમાં સર્કલ પાસેથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ
20 કલાક પહેલા
બનાસકાંઠાગાંધીનગર સાયબર સેન્ટરનું મોટું ઓપરેશન : આંતરરાજ્ય સાયબર ગેંગનો પર્દાફાશ, પાલનપુરના 2 સહિત 16 આરોપીઓને ઝડપી પાડ્યા
20 કલાક પહેલા
બનાસકાંઠાવડગામમાં ચૂંટણીનો ગરમાવો : ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો, જિ.પં.માં 34 અને તા.પં.માં 101 ફોર્મ ભરાયા
2 દિવસ પહેલા
