રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા5 જાન્યુઆરી, 2026| Super Admin

ડીસા રૂરલ પોલીસે ઝેરડા પાસેથી વિદેશી દારૂ ભરેલું આઇસર ઝડપ્યું : 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

ડીસા રૂરલ પોલીસે ઝેરડા પાસેથી વિદેશી દારૂ ભરેલું આઇસર ઝડપ્યું : 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
ગાજરના કટ્ટાની આડમાં લઈ જવાતો 84 લાખનો દારૂ ઝડપાયો રાજસ્થાની ચાલકની ધરપકડ, હરિયાણાના બુટલેગરનું નામ ખુલ્યું ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે ઝેરડા ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી ગાજરના કટ્ટાની આડમાં છુપાવીને લઈ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 1,00,06,200 (એક કરોડ છ હજાર બસો) નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ખીમ્મત-વિઠોદર તરફથી એક આઇસર ટ્રક (નંબર HR-57-A-7774) ગાજરના કટ્ટાની આડમાં વિદેશી દારૂ ભરીને ઝેરડા તરફ આવી રહી છે. બાતમી મુજબની ટ્રક આવતા પોલીસે તેને કોર્ડન કરી રોકી હતી. તપાસ કરતા ઉપર ગાજરના કટ્ટા હતા અને તેની નીચેથી દારૂની પેટીઓ મળી આવી હતી.પોલીસે ટ્રકમાંથી વિવિધ બ્રાન્ડની કુલ 10,164 બોટલ (૫૩૨ પેટી) દારૂ ઝડપ્યો હતો, જેની કિંમત 84,01,200 થાય છે. આ ઉપરાંત 16 લાખની કિંમતનું આઇસર વાહન અને મોબાઈલ ફોન મળી કુલ 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી આઇસર ચાલક અશોકકુમાર કાશીરામ ખાતી (રહે. સોનડી, તા. નોહર, જી. હનુમાનગઢ, રાજસ્થાન) ની ધરપકડ કરી છે. પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ દારૂનો જથ્થો હરિયાણાના સીરસાના બુટલેગર ભીમ ઉર્ફે મોનું સારણ ના કહેવાથી લોકેશન મુજબ ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો હતો. પકડાયેલ આરોપી અશોકકુમાર અગાઉ પણ થરાદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.ડીસા રૂરલ પોલીસે આ મામલે ગુજરાત પ્રોહીબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી, ફરાર બુટલેગર ભીમ ઉર્ફે મોનું સારણ અને માલ મંગાવનાર અજાણ્યા શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.    

સંબંધિત સમાચાર