રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા7 માર્ચ, 2026| Super Admin

ડીસા ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં; નંબર પ્લેટ વગરના વાહનો ડિટેઈન કર્યા

ડીસા ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં; નંબર પ્લેટ વગરના વાહનો ડિટેઈન કર્યા

ડીસા શહેરમાં અને ખાસ કરીને હાઈવે પર વધતા જતા અકસ્માતોને રોકવા માટે ડીસા ટ્રાફિક પોલીસ દ્વારા જલારામ મન્દિરથી ગાયત્રી મન્દિર સુધીના મુખ્ય રોડ ઉપર પોલીસની ટીમ દ્વારા તાજેતરમાં એક વિશેષ ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરી ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.​ આ ઝુંબેશ દરમિયાન પોલીસ દ્વારા નંબર પ્લેટ વગર ફરતા વાહનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરતા અને નંબર પ્લેટ વિનાના અનેક વાહનોને પોલીસ દ્વારા સ્થળ પર જ ડિટેઈન કરવામાં આવ્યા હતા. પોલીસની આ કડક કાર્યવાહીથી નિયમભંગ કરનારા ચાલકોમાં ફફડાટ ફેલાયો છે  ​પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ કામગીરી પાછળનો મુખ્ય હેતુ હાઈવે પર થતા જીવલેણ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવાનો છે.    

સંબંધિત સમાચાર