દાંતીવાડા ડેમમાં ગેરકાયદેસર માછીમારી કરતા શખ્સોને રોકવા જતા કોન્ટ્રાક્ટર પુત્રની હત્યા

પોલીસે ફરિયાદના આધારે ચાર શખ્સોને ઝડપી લીધા
કોન્ટ્રાક્ટરના પુત્રને પાણીમાં ધક્કો મારી મોત નીપજાવ્યું હોવાનું સામે આવ્યું
દાંતીવાડા ડેમમાં ફિશિંગ નો કોન્ટ્રાક્ટ ચલાવતા વ્યક્તિના ધ્યાને આવ્યું કે ગેરકાયદેસર માછીમારી કરવામાં આવી રહી છે જેથી તેને રોકવામાં આવતા કોન્ટ્રાક્ટર ના પુત્રને પાણીમાં ધક્કુ મારી હત્યા કરવામાં આવી હતી. બે દિવસના અંતે મૃતદેહને શોધી આ અંગેની ફરિયાદ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે ચાર શખ્સોને ઝડપી લઇ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દાંતીવાડા ડેમમાંથી માછીમારી કરવા માટે નો મુસ્તુફાભાઈ માકણોજીયાનો કોન્ટ્રાક્ટ હતો તે સમય દરમિયાન ચાર શખ્સો ગેરકાયદેસર ફિશિંગની કામગીરી કરતા હોવાનું મુસ્તુફાભાઈના ધ્યાને આવતા તેમના દ્વારા રોકવામાં આવ્યા હતા. તે સમયે ચાર શખ્સોએ તેમની બોટમાં કોન્ટ્રાક્ટરના પુત્ર મકસુદને ખેંચી લાવી પાણીમાં નાખવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને બહાર ન આવવા દેતા તેનું મોત થયું હતું જેથી પોલીસે એસ ડી આર એફ ની મદદથી મૃતદેહને શોધી કાઢવામાં આવ્યો હતો આ અંગેની ફરિયાદ મુસ્તફાભાઈએ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા ડીવાયએસપી કૃણાલસિંહ પરમાર અને અમીરગઢ પીઆઇ બી.ડી.ગોહિલ દ્વારા જુદી જુદી ટીમો બનાવી ચાર શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા જેમની પૂછપરછ દરમિયાન સમગ્ર ઘટના સામે આવી હતી જેથી પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં એક શખ્સ અન્ય ત્રણ ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે જેથી પોલીસે આ અંગે વધુ તપાસ કરી છે.
ઝડપાયેલ આરોપીઓ
1 નરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ હેમસીહ ચૌહાણ,રહે રામપુરા,(કરઝા) તા.અમીરગઢ
2 યુવરાજસિંહ અશોકસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ રહે,રામપુરા(કરઝા)
3 કરણસિંહ જેણુંસિંહ અનુપસિંહ વાઘેલા રહે રામનગર તા.દાંતીવાડા,
4 સગીર
સંબંધિત સમાચાર
બનાસકાંઠાબનાસકાંઠામાં ચેન સ્નેચિંગ ગેંગનો પર્દાફાશ : 24 થી વધુ ચેન સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલાયા
1 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા ચૂંટણી 2026: 1128 ઉમેદવારો મેદાનમાં, ભાજપ-કોંગ્રેસ અને AAP વચ્ચે મહામુકાબલો
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના ગેનાજી ગોળીયામાં દૂધની મંડળીમાં જ 'દૂધનું દૂધ અને પાણીનું પાણી', ટેસ્ટર દૂધ ચોરતા ઝડપાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાભાભરમાં ચૂંટણી બહિષ્કાર : નેતાઓ માટે નો-એન્ટ્રી! ગંદા પાણીના પ્રશ્ને રહીશોનો મિજાજ ફાટ્યો
1 દિવસ પહેલા
