એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીમાં 15 બેઠક બિનહરીફ થયા બાદ 16મી દાંતા બેઠક પર બળવો થયો અને ચૂંટણી થઈ જો કે આ ચૂંટણીમાં પણ શંકર ચૌધરીની પેનલના મેન્ડેડ ધારી અમરતજી ઠાકોરનો વિજય થતા ભાજપ સમર્થકોમાં જશ્નનો માહોલ છવાયો છે.બનાસ ડેરીમાં વધુ એક વખત વર્તમાન ચેરમેન શંકર ચૌધરીનો દબદબો યથાવત રહ્યો છે.
એશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં નવા નિયામક મંડળની ચૂંટણી યોજાઈ હતી. જેમાં કેટલીક બેઠકો પર ભાજપ સામે ભાજપના જ દિગ્ગજો મેદાને ઉતરતા આ ચૂંટણમાં રાજકીય ગરમાવો સર્જાયો હતો. પરંતુ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભાજપે મેન્ડેડ જાહેર કર્યા બાદ દિગ્ગજોએ પોતાના ફોર્મ પરત ખેંચી લેતા બનાસડેરીના 16 નિયામકોમાંથી 15 બેઠકો બિનહરીફ થઈ ચુકી હતી. જોકે દાંતા બેઠક પર ભાજપ એ અમરતજી ઠાકોરનું મેન્ડેડ આપ્યું પરંતુ વર્તમાન ડિરેક્ટર દિલીપસિંહ બારડએ ભાજપ મેન્ડેડ સામે બળવો કરતા દાંતા બેઠક પર ચૂંટણી યોજાઈ શુક્રવારે દાંતા બેઠકની ચૂંટણીને લઇ મતદાન થયું જેમાં 85 મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો.
જેમાં દાંતા બેઠક પર સો ટકા મતદાન થયું હતું. જ્યારે શનિવારે વહેલી સવારે દાંતા બેઠકની ચૂંટણી પ્રક્રિયાને લઇ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે મતગણતરી હાથ ધરાઈ હતી. જેમાં ભાજપના મેન્ટેડધારી અમરતજી ઠાકોરને 55 મત મળ્યા તો બળવો કરનાર દિલીપસિંહ બારડને 30 મત જ મળતા ભાજપના મેન્ડેડધારી અમરતજી ઠાકોરનો 25 મતોથી વિજય થયો છે. ત્યારે બનાસ ડેરીની ચૂંટણીમાં વધુ એક વખત વર્તમાન ચેરમેન શંકર ચૌધરીનો દબદબો યથાવત જોવા મળ્યો છે. વધુ એક વખત બનાસ ડેરીમાં શંકર ચૌધરીની પેનલનું જોર જોવા મળતા વધુ એક વખત શંકર ચૌધરી બનાસ ડેરીના ચેરમેન બને તો નવાઈ નહીં…
મારી જીતનો શ્રેય શંકર ચૌધરીને આપું છું. અમરતજી પરમાર,વિજેતા ઉમેદવાર
બનાસડેરી નિયામક મંડળની ચૂંટણીમાં 16 બેઠકો પૈકી 15 બેઠકો બિનહરીફ થઈ હતી.અને દાંતા બેઠકની ચૂંટણી યોજાઈ હતી.જ્યાં આજે મતદાન મતગણતરી હતી.જેમાં મને 55 મત મળ્યા છે.જ્યારે સામેના ઉમેદવારને 30 મત મળ્યા છે.મારી જીતનો શ્રેય શંકર ચૌધરીને આપું છું.અને પશુપાલકોનો આભાર વ્યક્ત કરુ છું.જેમના આશીર્વાદથી અમે વિજયી થયા છીએ અમે પશુપાલકોના હિતના કામ કરીશું..
અમરતજી પરમારને 55 મત મળતા વિજેતા જાહેર..ચૂંટણી અધિકારી કે.કે.ચૌધરી
ધી બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.પાલનપુર મતદાર મંડળમાં16 હતા તે પૈકી 15 બિનહરીફ થયેલા અને વિભાગ 3 દાંતા જેમાં કુલ મત 85 હતા તે પૈકી દિલીપસિંહ બારડને 30 મત મળ્યા છે અમરતજી પરમારને 55 મળતા તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા.

