ડીસા બગીચા સર્કલ ખાતે ‘આપ’ કાર્યકર્તાઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો

ડીસા બગીચા સર્કલ ખાતે ‘આપ’ કાર્યકર્તાઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો

બોટાદના હડદડ ગામે ખેડૂતોની મહાપંચાયત દરમિયાન પોલીસે ખેડૂતો પર કરેલા લાઠીચાર્જના વિરોધમાં આમ આદમી પાર્ટી (આપ) એ આજે ​​કાળો દિવસ મનાવ્યો હતો. બનાસકાંઠામાં ડીસાના બગીચા સર્કલ પાસે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

​આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ડો. રમેશભાઈ પટેલની આગેવાની હેઠળ આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ‘આપ’ના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. તેમજ આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકારના ઈશારે ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. તેમણે આ ઘટનાની સખત નિંદા કરી હતી.

તેમજ ​આ વિરોધ પ્રદર્શન દરમિયાન આમ આદમી પાર્ટીએ રાજ્યની માર્કેટયાર્ડમાં ચાલી રહેલી ‘કદડા સિસ્ટમ’ તાત્કાલિક બંધ કરાવવાની પણ માંગ કરી હતી, જે ખેડૂતોના હિતમાં હોવાનું જણાવાયું હતું. કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરીને ખેડૂતો પર થયેલા પોલીસ અત્યાચાર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ન્યાયની માંગ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *