રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા17 ફેબ્રુઆરી, 2026| Super Admin

ડીસાના લુણપુર નજીક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 3 વ્યક્તિના કરુણ મોત નિપજ્યા

ડીસાના લુણપુર નજીક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 3 વ્યક્તિના કરુણ મોત નિપજ્યા

ડીસા તાલુકાના લુણપુર ગામ પાસે આજે એક અત્યંત કરુણ અને ભયંકર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. સામસામે ધસમસતા આવતા બે વાહનો વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં ત્રણ વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.​ મળતી માહિતી મુજબ, લુણપુર ગામ નજીક મુખ્ય માર્ગ પર બે વાહનો વચ્ચે સામસામે ધડાકાભેર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે બંને વાહનોના ફુરચા ઉડી ગયા હતા અને અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.​ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા ઈજાગ્રસ્તોને સ્થાનિક લોકો અને રાહદારીઓની મદદથી તુરંત જ નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન ત્રણેય વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા છે.​ અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટ્રાફિક ક્લિયર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને કોની બેદરકારી હતી ? તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.    

સંબંધિત સમાચાર