રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા6 જાન્યુઆરી, 2025| Super Admin

આગથળા થી ધાનેરા રોડની કામગીરી છેલ્લા ત્રણ મહિનાથી બંદ રહેતા લોકોને હાલાકી

આગથળા થી ધાનેરા રોડની કામગીરી છેલ્લા ત્રણ મહિનાથી બંદ રહેતા લોકોને હાલાકી
કામગીરી ઝડપી પૂર્ણ કરવા માંગ ઉઠી: લાખણી તાલુકાના આગથળા થી ધાનેરા તાલુકાને જોડતા રસ્તાની કામગીરી છેલ્લા ત્રણ મહિનાથી બંધ થઈ જતા સ્થાનિક લોકો અને વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે.આગથળા-ધાનેરા રોડ ત્રણ મીટર સિંગલપટ્ટી માંથી સાત મીટર પહોળો કરવાની સ્થાનિક લોકો માંગ ઉઠી હતી જેને ધ્યાને લઈ ધારાસભ્ય કેશાજી ચૌહાણ દ્વારા રોડ બનાવવા માટે સરકારમાં રજૂઆત કરી હતી જેને પગલે ગુજરાત સરકાર દ્વારા આગથળા ધાનેરા રોડને ત્રણ મીટર માંથી સાત દિવસ હાઇવે બનાવવાની મંજૂર આપવામાં આવતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનાં હસ્તે રોડનું ખાદ્યમુહર્ત કરવામાં આવ્યું હતુ.જે બાદ રોડની કામગીરી ચાલુ થઈ હતી. જંગલ કટિંગ અને જમીન સમતલ જેવી કામગીરી એક મહિના જેટલા સમય સુધી કરવામાં આવ્યા બાદ પથ્થર અને મેન્ટલ પાથરી રોડની કામગીરી બંધ કરી દેવામાં આવતા છેલ્લા ત્રણ મહિનાથી બિસ્માર હાલતમાં પડેલા રસ્તા ઉપર જોખમી મુસાફરી કરવા લોકો મજબૂર બન્યાં છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા દસ વર્ષથી રોડ બનાવવાની સ્થાનિક લોકોની માંગણી સામે સરકારે હાઇવે રોડ બનાવવાની મંજૂરી તો આપી પરંતુ ઢીલીનીતિ વાળી કામગીરી કરવામાં આવતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. સ્ટેટ રોડ ઓર્થોરીટીની કામગીરી સામે સવાલો..? આગથળા ધાનેરા રોડનું કામ દિવાળી બાદ બંધ રહેતા મેન્ટલ અને માટી વાળા રસ્તા ઉપર લોકો જોખમી મુસાફરી કરી રહ્યા છે જેમાં કોઈ અઘટિત ઘટના બનશે તો જવાબદારી કોની? આવા અનેક સવાલો અને સમસ્યા પાછળ કોની બેદરકારી છે એ બાબતે સ્ટેટ ઓર્થીરીટી ઉપરના અધિકારી તપાસ કરી જરૂરી કાર્યવાહી કરે એવી લોક માંગ ઉઠી છે.

સંબંધિત સમાચાર