રખેવાળ
બ્રેકિંગ
પાટણ15 મે, 2025| Super Admin

હારીજ પોલીસ સ્ટેશને નોધાયેલ દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને હારીજ પોલીસે ઝડપ્યો

હારીજ પોલીસ સ્ટેશને નોધાયેલ દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને હારીજ પોલીસે ઝડપ્યો

અઘિક પોલીસ મહાનિદેશક સી.આઈ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ,ગુ.રા.ગાંધીનગર નાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ તા.૦૫/૦૫/૨૦૨૫ થી તા.૨૦/૦૫/૨૦૨પ દરમ્યાન દિન-૧૫ ની ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ જે અનુસંઘાને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડવા સુચના કરેલ હોઇ જેને ધ્યાનમાં રાખીને ઈ.ના.પો.અધિ.રાધનપુરના પરેશ રેણુકાના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા આરોપીઓને પકડવાની અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સુચના કરેલ હોઈ જે સુચના આધારે હારીજ પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એ.શાહ નાઓ હારીજ પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે હારીજ પો.સ્ટે.મા દારૂના ગુનામાં સંડોવાયેલા અને વોરંટના કામના નાસતા ફરતા આરોપી આબુરાજસિંહ પ્રતાપસિંહ વખતસિહ ચૌહાણ રહે-ચૌહાણગઢ તા-અમીરગઢ જી-બનાસકાંઠાવાળો હાલમા રોડા બસ સ્ટેન્ડ નજીક ઉભેલ છે જે હકીકત આધારે ટીમે તપાસ કરતા ઉપરોક્ત આરોપી રોડા મુકામેથી ઝડપી હારીજ પો.સ્ટે. લાવી આગળની કાર્યવાહી હાથ ઘરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર