રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણનો ખાલક્ષાપીર વિસ્તાર નરકાગારમાં ફેરવાયો: ઉભરાતી ગટરોની સમસ્યા 'જૈસે થૈ'

પાટણનો ખાલક્ષાપીર વિસ્તાર નરકાગારમાં ફેરવાયો: ઉભરાતી ગટરોની સમસ્યા 'જૈસે થૈ'

રોડ પર ગંદા પાણી રેલાતા સ્થાનિકો અને વાહન ચાલકો પરેશાન

પાટણ શહેરના ખાલકશાપીર વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા વિકરાળ બની છે. ખાલકસાપીર માર્ગ પર આવેલી ઝીલ સોસાયટી, સાંઈ વિલા અને દેવાંસી સોસાયટી પાસે ગટરના ગંદા પાણી ફુવારાની જેમ રોડ પર રેલાઈ રહ્યા છે. આના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.ગંદા પાણીના કારણે સમગ્ર વિસ્તારમાં અતિશય દુર્ગંધ ફેલાઈ છે. મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. 

ખાસ કરીને ખાલક્સાપીર રોડ પર આવેલી આ ત્રણ સોસાયટીઓના રહીશોને ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે.નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની યોગ્ય જાળવણીના અભાવે અવાર નવાર ગટરો ઉભરાવાની ઘટનાઓ બને છે. સ્થાનિક રહીશો દ્વારા આ સમસ્યા અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.મ

સ્થાનિક રહીશ ભરત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ગટરના પાણીના નિકાલ માટે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. ગંદકી અને દુર્ગંધના કારણે લોકોનું જીવવું મુશ્કેલ બન્યું છે.ગટરના પાણી માર્ગો પર નદીની જેમ વહેતા હોવાથી વાહન ચાલકોને પણ અકસ્માતનો ભય રહે છે. પાલિકા તંત્ર આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર