રખેવાળ
બ્રેકિંગ
બનાસકાંઠા31 માર્ચ, 2026| Super Admin

ડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથી

બરાબર એક વર્ષ પહેલાં, ૧ એપ્રિલ ૨૦૨૫ના એ ગોઝારા દિવસે ડીસાના ઢૂવા રોડ પર જે પ્રચંડ ધડાકો થયો હતો, તેના પડઘા આજે એક વર્ષ પછી પણ મૃતકોના પરિવારોના હૈયામાં સંભળાઈ રહ્યા છે. ડીસાના ઈતિહાસની આ સૌથી મોટી દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ તંત્રની નિંભરતા અને કાયદાકીય આંટીઘૂંટી વચ્ચે ૨૨ નિર્દોષ જીવોના પરિવારો આજે પણ ન્યાય અને વળતર માટે વલખાં મારી રહ્યા છે.​ગયા વર્ષે ૧લી એપ્રિલના રોજ ઢૂવા રોડ પર આવેલા એક ગોડાઉનમાં ફટાકડા બનાવવાની ગેરકાયદેસર ફેક્ટરી ધમધમી રહી હતી. સુરક્ષાના કોઈપણ માપદંડો વિના ચાલતા આ 'મોતના કારખાના'માં અચાનક થયેલા બ્લાસ્ટમાં આસપાસનો વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો. આ દુર્ઘટનામાં ૨૨ જેટલા શ્રમિકો અને નિર્દોષ લોકો કાળનો કોળિયો બની ગયા હતા. તંત્રની ઉદાસીનતા અને અધૂરો ન્યાય ​દુર્ઘટના સમયે મોટા-મોટા નેતાઓ અને વહીવટી અધિકારીઓએ સાંત્વના આપી હતી અને ન્યાયની ખાતરી આપી હતી. પરંતુ આજે સ્થિતિ કંઈક અલગ જ છે: એક વર્ષ વીતી ગયું હોવા છતાં, આર્થિક રીતે પાયમાલ થયેલા પરિવારોને સરકાર કે તંત્ર તરફથી કોઈ નક્કર સહાય મળી નથી.

નિર્દોષ લોકોના મોત

ગેરકાયદેસર રીતે ફેક્ટરી ચલાવનારા મુખ્ય સૂત્રધારો સામે અત્યાર સુધી શું કડક કાર્યવાહી થઈ? તે મોટો પ્રશ્ન છે રહેણાંક અને ખેતીલાયક વિસ્તારમાં આવા ગોડાઉનોને મંજૂરી કોણે આપી? તેની તપાસ હજુ પણ કાગળ પર જ હોય તેવું જણાય છે."અમારા સ્વજન તો ગયા, પણ ન્યાય ક્યારે?" ​મૃતક પરિવારોના સભ્યોનો એક જ સૂર છે કે, "અમે અમારા વ્હાલસોયા ગુમાવ્યા છે, જે ક્યારેય પાછા આવવાના નથી. પણ શું આ તંત્રની જવાબદારી નથી કે આવી ગેરકાયદે પ્રવૃત્તિ કરનારાઓને જેલના સળિયા પાછળ ધકેલે અને અમને યોગ્ય વળતર અપાવે?" "૧ એપ્રિલ ૨૦૨૫નો એ દિવસ ડીસાના ઇતિહાસમાં કાળી ટીલી સમાન હતો. આજે એક વર્ષ પછી પણ પીડિતોના ન્યાય માટે કોઈ આગળ આવતું નથી તે લોકશાહીની મોટી કરુણતા છે."૨૨ નિર્દોષ લોકોના મોત.મામાલે ન્યાય ની પ્રતીક્ષા કરતા પરિવારો આજે પણ ન્યાય ની પ્રતીક્ષા માં બેઠા છે ત્યારે તંત્ર દ્વારા ​ગેરકાયદે ફેક્ટરીના માલિકો સામે નરમાશ કેમ?એ યક્ષ પ્રશ્ન આજે પણ ઉભો છે

ટેગ્સ:#Banaskantha#blast#Deesa

સંબંધિત સમાચાર