રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા24 જાન્યુઆરી, 2026| Super Admin

ડીસાના સદરપુર ગામે બે મંદિરોમાં ત્રાટક્યા તસ્કરો : દાનપેટીના તાળા તોડી રૂ.૨૯,૫૦૦ની ચોરી

ડીસાના સદરપુર ગામે બે મંદિરોમાં ત્રાટક્યા તસ્કરો : દાનપેટીના તાળા તોડી રૂ.૨૯,૫૦૦ની ચોરી

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના સદરપુર ગામે તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. ગામમાં આવેલા સુપ્રસિદ્ધ વીરમહારાજ અને અંબાજી માતાના મંદિરોને નિશાન બનાવી તસ્કરો દાનપેટીમાંથી આશરે ૨૯,૫૦૦ રૂપિયાની રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા છે. સદરપુર ગામમાં મગરવાડીયા વીરમહારાજનું મંદિર અને નદી રોડ પર અંબાજી માતાનું મંદિર આવેલું છે. ગત તા. ૨૬/૧૧/૨૦૨૫ના રોજ સાંજે આરતી પૂજા પતાવીને મંદિરો બંધ કરવામાં આવ્યા હતા. બીજા દિવસે વહેલી સવારે પાંચ વાગ્યે જ્યારે ગામના સેવક ઈશ્વરભાઈ રબારી અને પૂજારી કેશરવન ગૌસ્વામી મંદિરે પહોંચ્યા ત્યારે ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. ​તસ્કરોએ ત્રણ દાનપેટીઓ ફંફોસી ​વીરમહારાજ મંદિર: મંદિરનો દરવાજો ખુલ્લો હતો અને અંદર રાખેલી દાનપેટીનું તાળું તૂટેલું હતું. જેમાં આશરે ૪,૫૦૦ રૂપિયાની ચોરી થઈ હતી.​અંબાજી માતા મંદિર અહીં જૂના અને નવા એમ બંને મંદિરોના તાળા તોડી તસ્કરોએ બે દાનપેટીઓમાંથી આશરે ૨૫,૦૦૦ રૂપિયાની મત્તા સાફ કરી દીધી હતી. ​ઘટનાની જાણ થતા જ ગામના સરપંચ વનરાજસીંગ સોલંકી સહિત અન્ય આગેવાનો સ્થળ પર દોડી આવ્યા હતા. ગામલોકો સાથે પરામર્શ કર્યા બાદ ઈશ્વરભાઈ રબારીએ આ અંગે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.    

સંબંધિત સમાચાર