ચોમાસાની વિદાય અને ધીમા પગલે શિયાળાની શરૂઆતનો સમય થઈ ગયો છે. પરંતુ ગ્લોબલ વોર્મિંગની વધતી જતી અસરોને લઈ વાતાવરણમાં પણ મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે. જેમાં અરબ સાગર પર સખતિ નામનું વાવાઝોડું સક્રિય થયું છે. અને જે ફરી વળાંક લઇ ગુજરાત તરફ ગતિ કરવાની હવામાન વિભાગે પણ આગાહી કરી છે. જેને લઇ ગુજરાતના વાતાવરણમાં પણ તેની અસરો જોવા મળી રહી છે. જોકે વાવાઝોડું નબળું પડી જવાની શક્યતાઓને લઈ કોઈ મોટો ખતરો મંડારાયો નથી પરંતુ તેની અસર હેઠળ કેટલાક ભાગોમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે. તેની અસર હેઠળ બનાસકાંઠા જિલ્લામાં પણ આકાશમાં વાદળો છવાયેલા જોવા મળી રહયા છે. વાવાઝોડું ગુજરાત તરફ ફંટાશે જેના કારણે સામાન્ય પવનની ગતિમાં પણ વધારો થવાની શક્યતાઓ રહેલી છે. આ ઉપરાંત અન્ય એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ની સિસ્ટમને કારણે કેટલાક ભાગોમાં મધ્યમથી હળવો વરસાદ પણ વરસવાની હવામાન નિષ્ણાતો દ્વારા શક્યતાઓ દર્શાવી છે.
બનાસકાંઠા જિલ્લા પર વાવાઝોડાની અસરની શક્યતાઓ બહુ ઓછી છે : હવામાન નિષ્ણાતો
અરબ સાગરમાં રહેલું વાવાઝોડું શક્તિ ગુજરાત તરફ ફરી વળાંક લઈ તે દિશામાં ગતિ કરવાની શક્યતાઓ રહેલી છે. જેના કારણે અત્યારે તેના ઉપર સૌની નજર મંડાયેલી છે. પરંતુ આ શક્તિ વાવાઝોડું નબળું પડી જવાના કારણે તેની અસર વધારે થવાની નથી અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લા પર તેની અસર પણ સામાન્ય રહેવાની શક્યતાઓ હવામાન નિષ્ણાતો બતાવી રહ્યા છે.

