રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા3 જાન્યુઆરી, 2025| Super Admin

પાલનપુરમાં પટેલ આમલેટનો વિરોધ: પાટીદારોએ દુકાનનું નામ બદલવાની કરી માંગ

પાલનપુરમાં પટેલ આમલેટનો વિરોધ: પાટીદારોએ દુકાનનું નામ બદલવાની કરી માંગ
અમરેલીની પાટીદાર દીકરી મુદ્દે પણ ન્યાયની ગુહાર: પાલનપુરમાં પટેલ નામની એક આમલેટની દુકાન શરૂ થઈ છે. જેની સામે પાટીદાર સમાજે વિરોધ નોંધાવ્યો છે. પાટીદાર સમાજે દુકાનનું નામ બદલવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. આ ઉપરાંત અમરેલી માં પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે પણ પાટીદાર અગ્રણી ઓ સહિત એસ.પી.જી.એ આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી. પાલનપુરમાં પટેલ આમલેટ નામ ની દુકાનનો પ્રારંભ થયો છે. જોકે, "પટેલ" અટકધારી દુકાનના નામે માંસાહારી વસ્તુઓના વેચાણથી પાટીદાર સહિત સમગ્ર સનાતન ધર્મની લાગણી દુભાઈ રહી છે. પટેલ સરનેમ ધારી દુકાનમાં માંસાહારના વેચાણથી પટેલ જ્ઞાતિ સાથે હિંદુ ધર્મનું અપમાન થતું હોઇ આ દુકાનનું નામ બદલવાની માંગ સાથે આજે પાટીદાર સમાજે જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપ્યું હોવાનું યુવા પાટીદાર અગ્રણી પીયૂષભાઈ પટેલે જણાવ્યું હતું. આ ઉપરાંત અમરેલીમાં પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે પણ લાલઘૂમ થયેલા પાટીદાર સમાજ સહિત એસ.પી.જી.એ બનાવને વખોડી કાઢતા જવાબદારો સામે પગલાં ભરવાની માંગ કરી હતી. આ પ્રસંગે પાલનપુર નગરપાલિકા ના કારોબારી ચેરમેન પીયૂષભાઈ પટેલ, કનુભઈ પટેલ, ગીરીશભાઈ જગાણિયા સહિતના પાટીદાર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર