રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
પાટણ24 એપ્રિલ, 2025| Super Admin

જીવદયાની ભાવના સાથે વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ પાટણ દ્વારા પક્ષીઓ માટે કુંડા વિતરણ કરાયા

જીવદયાની ભાવના સાથે વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ પાટણ દ્વારા પક્ષીઓ માટે કુંડા વિતરણ કરાયા
જીવદયા પ્રેમીઓએ પાણીના કુંડા ઘરે લઈ જઈ પક્ષી માટે પાણી ભરીને જીવદયાની ભાવનાને ઉજાગર કરી, પાટણ શહેરમાં જીવદયાની પ્રવૃત્તિ કરતી અનેક સેવાભાવી સંસ્થાઓ કાર્ય કરી રહી છે. ત્યારે ઉનાળાની બળબળતી ગરમીને ધ્યાનમાં રાખીને અબોલ પક્ષીઓ માટે વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ પાટણ નગર દ્વારા બુધવારના રોજ શહેરના બગવાડા દરવાજા પાસે પાણીના કુંડાઓનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ પાટણ નગર સેવા વિભાગ દ્વારા આયોજિત આ જીવદયાના પ્રોજેક્ટમા પાટણના જીવદયા અને પશુ-પક્ષી પ્રેમીઓએ ઉત્સાહ દાખવી નિઃશુલ્ક પાણીનાં કુંડા પોતાના ઘરે લઈ જઈ તેમાં પાણી ભરીને પક્ષીઓ માટે લટકાવી જીવદયાની ભાવનાને ઉજાગર કરી વિશ્વ હિન્દુ પરિષદ નગર સેવા વિભાગની સેવા પ્રવૃતિને સરાહી હતી. પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે આયોજિત નિ:શુલ્ક કુંડા વિતરણના કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના કાર્યકરો સાથે પાટણના જીવ દયા પ્રેમીઓએ ઉપસ્થિત રહી પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો.

સંબંધિત સમાચાર