રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
રાષ્ટ્રીય11 સપ્ટેમ્બર, 2026| Super Admin

ફિલ્મ એવોર્ડ સમારોહ ગુજરાતમાં કેમ? રાજ ઠાકરેનો સવાલ- મુંબઈ કે મહારાષ્ટ્ર કેમ નહીં?

ફિલ્મ એવોર્ડ સમારોહ ગુજરાતમાં કેમ? રાજ ઠાકરેનો સવાલ- મુંબઈ કે મહારાષ્ટ્ર કેમ નહીં?

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહનું આયોજન ગુજરાતમાં કરવામાં આવવાના નિર્ણયને લઈને મહારાષ્ટ્રના રાજકારણમાં વિરોધ શરૂ થયો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે અને શિવસેના (UBT)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ આ નિર્ણય સામે વાંધો વ્યક્ત કર્યો છે. બીજી તરફ, શિવસેનાના સાંસદ સંજય રાઉતે કલાકારોને સમારોહનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. રાજ ઠાકરેએ સોશિયલ મીડિયા પર સ્થળ બદલવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યો છે. તેમણે પૂછ્યું કે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ ગુજરાતમાં જ કેમ યોજવામાં આવી રહ્યો છે? તેમના જણાવ્યા મુજબ, જો સમારોહનું સ્થળ બદલવું જ હતું તો મુંબઈ અથવા મહારાષ્ટ્રનો વિચાર કેમ કરવામાં આવ્યો નહીં?

રાજ ઠાકરેએ ભારતીય સિનેમાના ઈતિહાસમાં મહારાષ્ટ્રના યોગદાનનો ઉલ્લેખ કરતા કહ્યું કે દાદાસાહેબ ફાળકેએ ભારતીય સિનેમાનો પાયો મહારાષ્ટ્રમાં નાખ્યો હતો. તેમણે તમિલનાડુ, કેરળ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણા જેવા રાજ્યોમાં ફિલ્મ ઉદ્યોગના મોટા પ્રમાણમાં વિકાસનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે 72 વર્ષથી ચાલી આવતી રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની પરંપરા બદલવાની જરૂર શા માટે પડી? રાજ ઠાકરેએ દિલ્હીનું મહત્ત્વ ઘટાડવાના પ્રયાસ અંગે પણ સવાલ ઉઠાવ્યો અને ગુજરાતને વિવિધ રાષ્ટ્રીય કાર્યક્રમોનું કેન્દ્ર બનાવવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો. રાજ ઠાકરેએ અમેરિકાના ઓસ્કર પુરસ્કાર સમારોહનું ઉદાહરણ આપતાં કહ્યું કે રાજકીય સત્તા બદલાતી રહી હોવા છતાં તેની પરંપરાગત સ્થળવ્યવસ્થા બદલાઈ નથી. તેમણે દેશભરના કલાકારોને આ મુદ્દે અવાજ ઉઠાવવાની અપીલ કરી.

સંજય રાઉતની બહિષ્કારની અપીલ: શિવસેના નેતા સંજય રાઉતે પણ ગુજરાતમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ યોજવાના નિર્ણયની ટીકા કરી છે. તેમણે સવાલ કર્યો કે જો આ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર છે તો તેનું આયોજન માત્ર ગુજરાતમાં કેમ કરવામાં આવ્યું? રાઉતે કલાકારો અને સેલિબ્રિટીઝને સમારોહમાં હાજર ન રહેવા અને ઇવેન્ટનો બહિષ્કાર કરવા અપીલ કરી છે. હવે આ મુદ્દે મહારાષ્ટ્રના રાજકીય નેતાઓના વિરોધ બાદ ફિલ્મ જગતમાંથી કેવી પ્રતિક્રિયા આવે છે તેના પર સૌની નજર છે.

સંબંધિત સમાચાર