રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બ્રાહ્મણવાડા ગામની મિલકતનો હક કોનો? પાટણ ડિસ્ટ્રિક્ટ કોર્ટે નવો કાયદાકીય દાખલો સ્થાપિત કર્યો

બ્રાહ્મણવાડા ગામની મિલકતનો હક કોનો? પાટણ ડિસ્ટ્રિક્ટ કોર્ટે નવો કાયદાકીય દાખલો સ્થાપિત કર્યો

દસ્તાવેજમાં પૂરેપૂરી રકમ ન ચૂકવાઈ હોય તો રજીસ્ટ્રેશનથી માલિકી હક્ક ન મળે 

પાટણના બ્રાહ્મણવાડા ગામ વિસ્તારમાં આવેલી એક મિલકતના વેચાણ અંગેના વિવાદમાં પાટણ ડિસ્ટ્રિક્ટ કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો વેચાણ દસ્તાવેજમાં દર્શાવ્યા મુજબની પૂરેપૂરી રકમ (અવેજ) વિક્રેતાને ન મળી હોય અને કબજો સોંપવામાં ન આવ્યો હોય, તો માત્ર દસ્તાવેજની નોંધણી થઈ જવાથી ખરીદનાર માલિક બની જતો નથી.

આ કેસની મળતી હકીકત મુજબ મુંબઈ રહેતા જ્યોતિબેન પંચાલે પાટણના સીટી સર્વે નંબર 89/1અને 89/2 વાળી બે મજલાની મિલકત આકાશ જૈન અને વિપુલકુમાર જૈનને વર્ષ 2016માં વેચાણ આપી હોવાના દસ્તાવેજો થયા હતા.જોકે, વિક્રેતા પંચાલ પક્ષનો આક્ષેપ હતો કે દસ્તાવેજમાં દર્શાવેલા ચેક મુજબની રકમ તેમને ક્યારેય મળી જ નથી. વધુમાં, આ દસ્તાવેજો માત્ર મિલકતને લેણદારોથી બચાવવા માટે ""બિન અવેજી"" રીતે કરવામાં આવ્યા હતા અને કબજો પણ ક્યારેય સોંપાયો નહોતો.અગાઉ પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજ દ્વારા વાદીઓ (ખરીદનાર) ની તરફેણમાં ચુકાદો આપી તેમને માલિક ઠેરવ્યા હતા.આ હુકમને જ્યોતિબેન પંચાલે ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં પડકાર્યો હતો. 

અપીલ દરમિયાન દલીલ કરવામાં આવી હતી કે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ મુજબ વેચાણ ત્યારે જ પૂર્ણ ગણાય જ્યારે અવેજની લેવડ-દેવડ થઈ હોય.કોર્ટનું અવલોકન અને ચુકાદો આપતા ડિસ્ટ્રીક્ટ જજ પી.એચ. શેઠે બંને પક્ષોની દલીલો અને પુરાવાઓ તપાસ્યા બાદ નોંધ્યું હતું કે વેચાણ દસ્તાવેજમાં દર્શાવેલ અવેજની રકમ મુજબ કોઈ રકમ વિવાદીને મળી હોવાનું સાબિત થતું નથી.કોર્ટે ઠેરવ્યું કે મિલકતનો કબજો હજુ પણ પ્રતિવાદી પાસે જ છે અને માત્ર દસ્તાવેજ રજીસ્ટ્રેશન થવાથી માલીકી ટ્રાન્સફર થતી નથી. આ સાથે કોર્ટે નીચલી અદાલતના હુકમમાં સુધારો કરી ન્યાયિક અભિગમ અપનાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર