રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | હિંમતનગર

હિંમતનગરમાં વોટરપાર્ક સંચાલક પાસે 5 કરોડની ખંડણી : પોલીસ ફરિયાદ નોંધાઈ

હિંમતનગરમાં વોટરપાર્ક સંચાલક પાસે 5 કરોડની ખંડણી : પોલીસ ફરિયાદ નોંધાઈ

હિંમતનગરના બાયપાસ રોડ પર આવેલા વોટરપાર્કના સંચાલક બિનઆમીન દાઉદભાઈ વિજાપુરા પાસેથી અજાણ્યા શખ્સે 5 કરોડ રૂપિયાની ખંડણી માંગી છે. આ ઉપરાંત, તેમના પરિવારજનો પાસેથી પણ 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, ગત 12 નવેમ્બરની રાત્રે બિનઆમીન વિજાપુરાને મોબાઈલ નંબર 9426741709 પરથી એક અજાણ્યા શખ્સનો વીડિયો કોલ આવ્યો હતો. કોલ કરનારે હિન્દીમાં વાતચીત કરતાં 'ખાલીદભાઈ કે વહા 5 કરોડ ભીજવા દો' તેમ કહ્યું હતું. જ્યારે બિનઆમીન વિજાપુરાએ કારણ પૂછ્યું, ત્યારે ધમકી આપતા કહ્યું કે 'તુમ્હારે પ્રોટેક્શન કે લિયે નહીં તો ફેમિલી કે પ્રોટેક્શન કે લિયે, અગર નહીં દિયે તો ગોલી માર દુંગા'. આ અજાણ્યા શખ્સે ગેરકાયદેસર રીતે 5 કરોડ રૂપિયાની માંગણી કરી ધમકી આપી હતી. એટલું જ નહીં, 12 નવેમ્બરના રોજ બિનઆમીન વિજાપુરાના પરિવારજનોને પણ વોટ્સએપ કોલ કરીને 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ ઘટના બાદ બિનઆમીન વિજાપુરાએ અજાણ્યા શખ્સના મોબાઈલ નંબરના આધારે હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સાબરકાંઠા LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.        

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર