રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | દાંતીવાડા

દાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી ઃ ખેડૂતો માટે ચિંતાનું મોજું

દાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી ઃ ખેડૂતો માટે ચિંતાનું મોજું

સમગ્ર ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે અને મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, પરંતુ બનાસકાંઠાના ખેડૂતો માટે ચિંતાના વાદળો ઘેરાયા છે. જિલ્લાની જીવાદોરી ગણાતા દાંતીવાડા ડેમમાં પાણીની નવી આવક સદંતર અટકી ગઈ છે, જેના કારણે ખેડૂતોના શિયાળુ અને ઉનાળુ પાકના ભવિષ્યને લઈને મોટી ચિંતા તોળાઈ રહી છે.ડેમમાં પાણી ન આવવા પાછળનું મુખ્ય કારણ ઉપરવાસમાં વરસાદનો અભાવ છે. રાજસ્થાનના સિરોહી વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે. આ ઉપરાંત, અંબાજી પંથક અને બાલારામ નદીના પટ વિસ્તારમાં પણ હજુ સુધી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી નથી. રાજ્યના અન્ય જળાશયોમાં પાણીની સપાટી ઝડપથી વધી રહી છે, ત્યારે દાંતીવાડા ડેમમાં પાણીની આવક શૂન્ય હોવાથી વહીવટી તંત્ર પણ પરિસ્થિતિ પર બાજ નજર રાખી રહ્યું છે.સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે, જો હવે પછીના સમયમાં સારો વરસાદ નહીં થાય તો ખરીફ પાક તો મુશ્કેલીમાં મુકાશે જ, પરંતુ શિયાળુ અને ઉનાળુ પાકનું વાવેતર કરવું પણ આર્થિક રીતે ખેડૂતોને પરવડે તેમ નથી. ડેમમાં પાણી ન હોવાથી ભૂગર્ભ જળ પણ પાતાળમાં જઈ રહ્યા છે. હાલમાં સમગ્ર બનાસકાંઠાના ખેડૂતોની મીટ માત્ર ઉપરવાસમાં થનારા વરસાદ પર મંડાયેલી છે. ખેડૂતો આશા સેવી રહ્યા છે કે મેઘરાજા રીઝશે અને દાંતીવાડા ડેમ છલોછલ ભરાશે, જેથી તેમનું આગામી વર્ષ સુરક્ષિત બની શકે.ચોમાસાના મધ્યમાં પણ દાંતીવાડા ડેમમાં અત્યારે માત્ર ૨૬.૨૨ ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ડેમમાં રહેલો આ મર્યાદિત જથ્થો હાલમાં માત્ર પીવાના પાણીની જરૂરિયાતોને પૂરી કરવા માટે જ સીમિત છે. જો આવનારા દિવસોમાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ નહીં પડે, તો સિંચાઈ માટે પાણી છોડવું તંત્ર માટે અશક્ય બની જશે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર