રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
રાષ્ટ્રીય| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મતદાર ઓળખપત્ર હવે ૧૫ દિવસમાં જ મળી જશે : ચૂંટણી પંચ

મતદાર ઓળખપત્ર હવે ૧૫ દિવસમાં જ મળી જશે  : ચૂંટણી પંચ
દેશના નાગરિકોએ હવે મતદાર ઓળખપત્ર બનાવવા માટે કે પછી તેમાં ફેરફાર કરવા માટે મહિનાઓ સુધી રાહ નહીં જોવી પડે. દેશના નાગરિકોએ વૉટર આઈડી કાર્ડ બનાવવા માટે લાંબી રાહ નહીં જોવી પડે તેમજ ઓફિસોમાં ધક્કા પણ ખાવા નહીં પડે, કારણ કે, ચૂંટણી પંચ (EC)એ મતદાર ઓળખ પત્રને લઈને મહત્ત્વની પહેલ કરી છે. ચૂંટણી પંચે મતદાર ઓળખ પત્રની પ્રક્રિયાને સંપૂર્ણ બદલી નાખી છે. ઈડીના નવા નિયમ મુજબ હવે નાગરિકોને માત્ર ૧૫ દિવસમાં જ નવું અથવા ફેરફાર કરેલું વોટર આઈડી કાર્ડ મળી જશે. હવે માત્ર ૧૫ દિવસમાં વોટર આઈડી કાર્ડ મળી જશે ચૂંટણી પંચે સ્‍પષ્ટ કહ્યું છે કે, અરજી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ કામકાજના ૧૫ દિવસમાં મતદારને કાર્ડ સોંપી દેવામાં આવશે. અગાઉ નવું કે પછી ફેરફાર કરેલું મતદાર ઓળખ પત્ર મેળવવામાં અઠવાડિયાથી લઈને મહિનાઓ સુધી રાહ જોવી પડતી હતી, જોકે નવી વ્‍યવસ્‍થા હેઠળ ડેટા વેરિફિકેશન, કાર્ડ પ્રિન્‍ટિંગ અને ડિલીવરી પ્રક્રિયા સમયબદ્ધ કરી દેવાઈ છે. આ નવી વ્‍યવસ્‍થા માત્ર નવા વૉટર આઈડી કાર્ડ માટે જ નહીં, પરંતુ જે મતદારો કાર્ડમાં નામ, સરનામું, ફોટો અથવા ઊંમરમાં ફેરફાર કરવા માંગે છે, તેમના પર પણ લાગુ થઈ ગઈ છે. ચૂંટણી પંચે શું કહ્યું? ચૂંટણી પંચે આ નિર્ણયને લોકશાહી ભાગીદારી વધારવા માટેની પહેલ ગણાવી છે. પંચ કહ્યું છે કે, ડિજિટલ અને ફિજિકલ બંને ફોર્મેટમાં મતદાર ઓળખ કાર્ડની ડિલિવરી ટ્રેકે કરવા લાયક બનાવવામાં આવી છે. ટૂંક સમયમાં દરેક જિલ્લામાં આ માટે અલગ ડેસ્‍ક તૈયાર કરવામાં આવશે. અરજી કેવી રીતે કરશો ? જો તમને મતદાન ઓળખપત્રને લઈ કોઈપણ મુશ્‍કેલી અનુભવી રહ્યા છો તો તમે ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ (https://voters.eci.gov.in) પરથી તમામ માહિતી મેળવી શકો છો. આ ઉપરાંત વોટર આઈડી કાર્ડ મેળવવા માટે વેબસાઈટ પર અરજી પણ કરી શકો છે. આ માટે તમારે જરૂરી દસ્‍તાવેજો, જેમ કે ઊંમરનો પુરાવો, સરનામાનો પુરાવો અને ફોટો અપલોડ કરવા પડશે. ખાસ કરીને તમે મોબાઈલ નંબર નોંધવાનું ન ભૂલતા, કારણ કે તમામ મોબાઈલ નંબર પર જ સ્‍ટેટ્‍સ અપડેત મળતું રહેશે. તમે જે અરજી કરી છે, તેની માહિતી તમને SM અથવા ઈ-મેઈલ દ્વારા પણ મળશે. તમે આ પ્રક્રિયાની સરળાથી ટ્રેક કરી શકશો.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર