વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણના ઉદ્દેશ્ય સાથે યુગોથી ચાલી રહેલી હિન્દુ સમાજની પ્રદીર્ઘ યાત્રાનું વર્તમાન સ્વરૂપ એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.આર.એસ.) ની આગામી ૧૦૦ વર્ષની યાત્રા. આ યાત્રામાં એક સીમાચિહ્નરૂપ પડાવ આવ્યો છે, જ્યારે આ વર્ષે વિજયાદશમીના પાવન પર્વ પર સંઘના ૧૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ઐતિહાસિક અવસરની ઉજવણી રૂપે ડીસાના હવાઈ પિલ્લર મેદાન ખાતે સંઘ શતાબ્દી વર્ષના શ્રી વિજયાદશમી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં સ્વયંસેવકો ઉત્સાહભેર સહભાગી થયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત સ્વયંસેવકોએ ગણવેશમાં સજ્જ થઈને સંઘની પરંપરા મુજબ શારીરિક પ્રદર્શનો અને પથ સંચલન કર્યું હતું. સંઘના વરિષ્ઠ અધિકારીઓએ આ પ્રસંગે સ્વયંસેવકોને રાષ્ટ્ર નિર્માણ અને સમાજ સેવાના સંકલ્પો સાથે આગળ વધવા માટે પ્રેરણાત્મક ઉદબોધન આપ્યું હતું. ડીસાના સ્વયંસેવકો માટે સંઘના શતાબ્દી વર્ષની વિજયાદશમીના આ પાવન ઉત્સવમાં પોતાના સાથી સ્વયંસેવકો સાથે સહભાગી થવાનો અવસર યાદગીરી રૂપ બની રહ્યો હતો. આ પ્રસંગે સૌએ સાથે મળીને રાષ્ટ્ર પ્રત્યે સમર્પણ અને સમાજમાં સક્રિય ભૂમિકા ભજવવાનો સંકલ્પ દોહરાવ્યો હતો.આ ભવ્ય આયોજન દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રાષ્ટ્રભાવના અને શિસ્તબદ્ધતાનો સંદેશ સમગ્ર પંથકમાં પ્રસર્યો હતો, જેણે સૌ કોઈને પ્રેરણા આપી હતી.
ડીસામાં સ્વયં સેવકોએ રાષ્ટ્રભાવના ઉજાગર કરી

ટેગ્સ:#Deesa#Celebration#RSS#Hindu society#festival#Rashtriya Swayamsevak Sangh#100 years#national spirit#grand event
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાંથાવાડા પોલીસનો સપાટો: ગુંદરી ચેકપોસ્ટ પરથી 24.13 લાખનો દારૂ-બિયરનો મુદ્દામાલ જપ્ત
2 દિવસ પહેલા
બનાસકાંઠાદાંતા કોંગ્રેસના સંમેલનમાં ગેનીબેન ઠાકોરના ભાજપ સરકાર પર પ્રહાર : ‘યુરિયા નથી મળતું, દારૂ-ડ્રગ્સની હોમ ડિલિવરી
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા-પાલનપુર હાઇવે પર અચાનક આખલો આડો ઊતરતાં અકસ્માત સર્જાયો
4 દિવસ પહેલા
બનાસકાંઠારસાણા નાનામાં વીજ કરંટથી પિતા-દીકરીનાં મોત : પરિવાર દ્વારા વીજ કંપની સામે ગંભીર આક્ષેપ
4 દિવસ પહેલા
