રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા1 ઑક્ટોબર, 2025| Super Admin

પાલનપુર ખાતે સંઘ શતાબ્દી વર્ષ અંતર્ગત વિજયાદશમી ઉત્સવનું ભવ્ય આયોજન

પાલનપુર ખાતે સંઘ શતાબ્દી વર્ષ અંતર્ગત વિજયાદશમી ઉત્સવનું ભવ્ય આયોજન
પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સંઘના શતાબ્દી વર્ષ અંતર્ગત વિજયા દશમી ઉત્સવ ઉજવાશે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સંઘ શતાબ્દી વર્ષના અવસરે વિજયાદશમી ઉત્સવ પાલનપુર નગર ખાતે વિશેષ કાર્યક્રમ રૂપે ઉજવાશે. આ કાર્યક્રમનું આયોજન રવિવાર, તા. 5 ઓક્ટોબર 2025 ના રોજ સાંજે 4:30 કલાકે, પોલીસ પરેડ ગ્રાઉન્ડ પોલીસ હેડ ક્વાર્ટરસ પાલનપુર ખાતે કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક પ્રસંગે અતિથિ વિશેષ  તરીકે  ડો. અશ્વિનભાઈ ગામી ઉપસ્થિત રહેશે, જ્યારે મુખ્ય વક્તા  તરીકે  પરાગજી અભ્યંકર, અખિલ ભારતીય સેવા પ્રમુખ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) માર્ગદર્શન આપશે. આ પ્રસંગે પાલનપુર શહેર તથા જિલ્લાના સર્વજનને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સાથે સાથે સમાજના શ્રેષ્ઠીજનો, સમાજસેવકો, સાધુ-સંતો, વકીલો, ડૉક્ટરો, તથા અન્ય આગેવાનોને વ્યક્તિગત મળીને કાર્યક્રમમાં ઉપસ્થિતિ આપવા આમંત્રિત કરવામાં આવ્યા છે. સાથે-સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો દ્વારા નવરાત્રી દરમિયાન રાત્રે દરેક ગરબા મંડળોમાં રૂબરૂ જઈને સોસાયટીઓમાં આમંત્રણ આપવામાં આવ્યું છે વિજયાદશમી ઉત્સવ માત્ર ધાર્મિક તહેવાર જ નહીં, પરંતુ રાષ્ટ્રીય એકતા અને સંસ્કૃતિની ઉજવણીનો પવિત્ર પ્રસંગ છે. છેલ્લા 100 વર્ષથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે "નમસ્તે સદા વત્સલે માતૃભૂમે" જેવી પ્રાર્થનાથી સમાજમાં દેશભક્તિની જ્યોત પ્રગટાવી છે, હિન્દુ સમાજને એકતામાં બાંધી રાખ્યો છે અને સંસ્કૃતિના રક્ષણનો માર્ગ મોકળો કર્યો છે.આવતા રવિવારે યોજાનાર આ કાર્યક્રમ પાલનપુર શહેર માટે ઐતિહાસિક તહેવાર સમાન બનશે. આયોજકો દ્વારા સર્વે નાગરિકોને આ પ્રસંગે ઉપસ્થિત રહી રાષ્ટ્ર જીવનમાં નવી શક્તિ અને પ્રેરણાનો સંચાર કરવા અનુરોધ કરવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર