રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા5 મે, 2025| Super Admin

વાવના બુકણા ગૌશાળાની પાંચ ગાયોના મોત થતાં અરેરાટી

વાવના બુકણા ગૌશાળાની પાંચ ગાયોના મોત થતાં અરેરાટી
ગૌ ભક્તો અને વેટરનરી તબીબોની મદદથી ૨૦ ગાયોને બચાવી લેવાઈ; વાવ તાલુકના બુકણા ગામની ગૌશાળાની ૨૫થી વધુ ગાયો ગતરોજ એકી સાથે કોઈ ખેતરમાં ચરવા માટે ગઈ હતી. જ્યાં કોઈ ઝેરી પ્રદાર્થ આરોગવથી પાંચ ગાયોના કરુણ મોત થતાં અરેરાટી મચી જવા પામી હતી. જોકે સ્થાનીક ગૌભક્તોને આ બાબતની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વેટરનરી ડોક્ટરોની ટીમ બોલાવી તાબડતોબ સારવાર કરતાં ૨૦ ગાયોને બચાવી લેવાઈ હતી. આ બાબતે ખેડૂત અગ્રણી અને ગૌભક્ત એવા રામસિંહજી રાજપૂત ખીમાણા પાદરવાળાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ઉનાળાની કાળઝાળ ગરમીમાં એકી સાથે ગાયોનું ભૂખ્યું ઝુંડ કોઈ એક રેઢીયાળ ખેતરમાં ઘુસી જઈ એરેડાના પાકને આરોગતાં ફુડ પોઇઝન થવાથી રોડ પર ચાલતા ચાલતા પાંચ ગાયોના ટપોટપ મોત નિપજ્યા હતા. જ્યારે આ બાબતની ગૌભક્તોને જાણ થતાં વેટનરી ડોક્ટરોની ટીમ બોલાવી તાત્કાલીક સારવાર આપી ૨૦ થી વધુ ગાયોને બચાવી લેવાઈ હતી. આ બાબતે ગૌભક્ત રામસિંહજી રાજપુતે ખેડૂત મિત્રોને અપીલ કરતા જણાવ્યું હતું કે ખેતરમાં એરંડા લીધા બાદ તેના ઉભા પાકનો રોટર મશીનથી નિકાલ કરી દેવો જોઈએ. જેથી કરીને આવી કોઈ અઘટિત ઘટના ન બને.

સંબંધિત સમાચાર