રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
રમતગમત| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

વૈભવ સૂર્યવંશીએ ઈંગ્લેન્ડની અંડર-૧૯ ટીમ સામે 10 છગ્ગા અને શાનદાર સદી ફટકારી

વૈભવ સૂર્યવંશીએ ઈંગ્લેન્ડની અંડર-૧૯ ટીમ સામે 10 છગ્ગા અને શાનદાર સદી ફટકારી
વૈભવ સૂર્યવંશીએ ઈંગ્લેન્ડની અંડર-૧૯ ટીમ સામે ચોથી મેચમાં શાનદાર બેટિંગ કરી હતી. તેણે શાનદાર સદી ફટકારી હતી અને ૧૪૩ રનની ઇનિંગ રમી હતી. તેના કારણે જ ટીમ મેચ જીતવામાં સફળ રહી હતી.ભારતીય અંડર-૧૯ ટીમે ચોથી યુથ વનડે મેચમાં ઈંગ્લેન્ડની અંડર-૧૯ ટીમને ૫૫ રનથી હરાવી હતી. આ સાથે ટીમે શ્રેણી પર કબજો જમાવ્યો હતો. ભારતે પહેલા બેટિંગ કરતા કુલ ૩૬૩ રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઈંગ્લેન્ડની અંડર-૧૯ ટીમ ૩૦૮ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમ માટે વૈભવ સૂર્યવંશીએ શાનદાર પ્રદર્શન કર્યું અને તે ટીમ માટે સૌથી મોટો હીરો સાબિત થયો. યુવા ODI મેચમાં સદી ફટકારનારા સૌથી યુવા ખેલાડીઓ વૈભવ સૂર્યવંશી - 14 વર્ષ 100 દિવસ, નઝમુલ હસન શાંતો - 14 વર્ષ 241 દિવસ બાબર આઝમ - ૧૫ વર્ષ ૪૮ દિવસ બાબર આઝમ - ૧૫ વર્ષ ૯૨ દિવસ હસન રાજા - ૧૫ વર્ષ ૨૬૭ દિવસ વૈભવે તેની ઇનિંગમાં કુલ 10 છગ્ગા ફટકાર્યા હતા; વૈભવ સૂર્યવંશીએ મેચમાં 78 બોલમાં કુલ 143 રન બનાવ્યા, જેમાં 13 ચોગ્ગા અને 10 છગ્ગાનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 183 હતો. તે પોતાની બેટિંગથી બધાને પ્રભાવિત કરવામાં સફળ રહ્યો. અગાઉની મેચોમાં તેણે 48, 45 અને 86 રનની ઇનિંગ્સ રમી હતી અને પોતાની ક્ષમતા સાબિત કરી હતી.  
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર