રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
મહેસાણા21 મે, 2026| Super Admin

મહેસાણામાં મોંઘવારીનો અનોખો વિરોધ: 'આપ' કાર્યકરો ગળામાં શાકભાજીના હાર પહેરી કલેક્ટર કચેરીએ પહોંચ્યા

મહેસાણામાં મોંઘવારીનો અનોખો વિરોધ: 'આપ' કાર્યકરો ગળામાં શાકભાજીના હાર પહેરી કલેક્ટર કચેરીએ પહોંચ્યા

જનતા ચોકલેટ ખાઈને પેટ ન ભરી શકે" -જયદેવસિંહ ચાવડા, આપ-જિલ્લા પ્રમુખ

દેશભરમાં દિન-પ્રતિદિન વધતી જતી મોંઘવારી અને રોજિંદી ચીજવસ્તુઓના આસમાને પહોંચેલા ભાવ સામે જનતાનો રોષ પ્રગટ કરવા માટે મહેસાણામાં આમ આદમી પાર્ટી દ્વારા એક અનોખો વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઈંધણ (પેટ્રોલ-ડીઝલ), રાંધણ ગેસ, સીએનજી અને દૂધ જેવી પાયાની વસ્તુઓમાં કરાયેલા કમરતોડ ભાવવધારાનો વિરોધ કરવા માટે પક્ષના કાર્યકરો ગળામાં શાકભાજીની માળાઓ પહેરીને રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ આંદોલનના ભાગરૂપે, શહેરની ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી એક વિશાળ રેલીની શરૂઆત કરવામાં આવી હતી, જે કલેક્ટર ઓફિસ ખાતે સમાપ્ત થઈ હતી. સૂત્રોચ્ચારો અને સરકાર વિરોધી નારાઓ સાથે કલેક્ટર કચેરીએ પહોંચેલા કાર્યકરોએ વાતાવરણ ગજવી દીધું હતું. ત્યારબાદ, મોંઘવારીના આ પ્રશ્ને વહીવટી તંત્રના અધિક કલેક્ટરને મળીને એક સત્તાવાર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ વિરોધ પ્રદર્શન દરમિયાન 'આપ'ના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ કેન્દ્ર સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ઉમેર્યું કે, વર્તમાન સમયમાં મોંઘવારીએ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની આર્થિક સ્થિતિ બગાડી નાખી છે. શાકભાજી, દૂધ અને ઈંધણના ભાવો સામાન્ય માણસની પહોંચ બહાર થઈ ગયા છે. ડીઝલ મોંઘું થવાને કારણે ખેડૂતો ટ્રેક્ટર ચલાવી શકતા નથી. જો આવી જ સ્થિતિ રહી અને ખેતી ખોરવાઈ, તો દેશમાં અનાજની તંગી સર્જાશે, જે આગળ જતાં ભૂખમરો અને ગુનાખોરી વધારવાનું કારણ બનશે.

આમ આદમી પાર્ટીના મહેસાણા જિલ્લાના પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ મુલાકાત પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, દેશની જનતા જ્યારે મોંઘવારીની આગમાં હોમાઈ રહી છે, ત્યારે વડાપ્રધાન ઈટાલી જઈને ચોકલેટો વહેંચી રહ્યા છે. સામાન્ય માણસ ચોકલેટ ખાઈને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકતો નથી. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, જો રશિયા ભારતને સસ્તા દરે ક્રૂડ ઓઈલ આપવા તૈયાર છે, તો સરકાર કેમ ખરીદી કરીને જનતાને તેનો લાભ આપતી નથી? 'આપ' નેતાએ દેશના વડાપ્રધાન, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને તાકીદે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા અપીલ કરી છે, અને જો સરકાર મોંઘવારી નિયંત્રિત ન કરી શકતી હોય તો સત્તા છોડવાની માંગ કરી છે.

સંબંધિત સમાચાર