રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા27 એપ્રિલ, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ઉનાવા માર્કેટયાર્ડ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરીને લઈ આવતીકાલે હરાજી પ્રક્રિયા બંધ

ઉનાવા માર્કેટયાર્ડ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરીને લઈ આવતીકાલે હરાજી પ્રક્રિયા બંધ

ઊંઝા વિભાગ તમાકુ વેપારી મંડળની માગણીને ધ્યાનમાં લઈ નિર્ણય 

ઊંઝા નજીક ઉનાવા માર્કેટયાર્ડમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામને લઈ ઉનાવા માર્કેટયાર્ડમાં હરાજીનું કામકાજ બંધ રહેશે. ઉનાવા માર્કેટયાર્ડ નજીક એચ પી હાઈસ્કુલ ખાતે આવતીકાલે ઊંઝા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બે સીટોનુ પરિણામ જાહેર થનાર છે. જેને લઈ ઊંઝા વિભાગ તમાકુ વેપારી મંડળની માગણીને ધ્યાનમાં લઈ તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ હોવાથી આવતીકાલે તા.28 એપ્રિલ 2026 મંગળવારના રોજ ઉનાવા માર્કેટયાર્ડમાં હરાજીનું તમામ કામકાજ બંધ રહેશે. જેની નોંધ લેવા ઉનાવા માર્કેટયાર્ડ વેપારીઓ અને ખેડૂતોને નોંધ લેવા જણાવ્યું છે.

સંબંધિત સમાચાર