સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના રતનપુર ગામમાં એક દુ;ખદ ઘટના સામે આવી છે. રતનપુરના સુકાઆંબા વિસ્તારની નીચલી ફળીમાં એક મકાનની માટીની દિવાલ ભેજને કારણે ધસી પડી હતી.ઘટના સમયે ઓસરીમાં ત્રણ બાળકો રમી રહ્યા હતા. આ બાળકોમાં દિલીપ મકવાણા (4 વર્ષ), આશાબેન મકવાણા (7 વર્ષ) અને રવિન્દ્ર મકવાણા (10 વર્ષ)નો સમાવેશ થાય છે. દિવાલ ધસી પડતાં ત્રણેય બાળકો માટી નીચે દટાઈ ગયા હતા. આસપાસના લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. ત્રણેય બાળકોને માટી નીચેથી બહાર કાઢવામાં આવ્યા હતા. રવિન્દ્રને ખેડબ્રહ્મા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. દિલીપ અને આશાબેનને વધુ સારવાર માટે હિંમતનગર લઈ જતી વખતે વડાલી નજીક બંનેના મોત નિપજ્યા હતા.ઘટના અંગે અમરતભાઈ મકવાણાએ ખેરોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
ખેડબ્રહ્માના રતનપુર ખાતે દિવાલ ધરસાઈ બેના મોત એક ઇજાગ્રસ્ત

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Sabarkantha District#Emergency Services#rescue operations#Community Response#Local Authorities#Accidental Death#Child Casualties#Building Safety Concerns#Tragic Accident#Wall Collapse#Children’s Safety#Investigation Launched#Ratanpur Incident#Khedbrahma Taluka#Mud Wall Failure
સંબંધિત સમાચાર
સાબરકાંઠાનવરાત્રી રંગ: હિંમતનગરમાં અત્રિ પરિવારે યોજી અનોખી વેશભૂષા સ્પર્ધા
7 કલાક પહેલા
સાબરકાંઠાઈડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ૭૭મો તાલુકા કક્ષાનો ‘વન મહોત્સવ’ ધામધૂમથી ઉજવાયો
2 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગર: જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસની પદયાત્રા, વિરોધ પ્રદર્શન
5 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા: તલોદ પોલીસની સફળ કામગીરી, ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી 2ની ધરપકડ
5 દિવસ પહેલા
