રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણમાં કરુણાંતિકા: સિદ્ધિ સરોવરમાં કૂદીને યુવાને જીવન ટૂંકાવ્યું

પાટણમાં કરુણાંતિકા: સિદ્ધિ સરોવરમાં કૂદીને યુવાને જીવન ટૂંકાવ્યું

પૂવૅ નગરસેવક સહિત ફાયર વિભાગે ધટના સ્થળે પહોંચી મૃતદેહ બહાર કાઢ્યો

પાટણના સિદ્ધિ સરોવરમાં મંગળવારે વધુ એક વ્યક્તિએ અગમ્ય કારણોસર ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. ઘટનાની જાણ થતાં જ પૂવૅ નગરસેવક અને ફાયર વિભાગ સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓએ શોધખોળ હાથ ધરી મૃતદેહને બહાર કાઢ્યો હતો.આ ઘટનાને પગલે નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર દેવચંદભાઈ પટેલ સહિત સ્થાનિક લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. પોલીસે મૃતકની ઓળખ વિધિ સહિતની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

મૃતકના ખિસ્સામાંથી મોબાઈલ, પાકીટ અને આધાર કાર્ડ સહિતની ચીજવસ્તુઓ મળી આવી છે. તેના જમણા હાથે 'દિનેશ' લખેલું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અનેક લોકો આ સરોવરમાં પડતું મૂકી જીવ આપી ચૂક્યા છે, ત્યારે વધુ એક કિસ્સો સામે આવતા ચકચાર મચી છે. ત્યારે પોલીસે આ મામલે આગળ ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#patan#Siddhi Sarovar

સંબંધિત સમાચાર