રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બનાસકાંઠા જિલ્લામાં આગામી ૧૭ થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન વાતાવરણમાં પલટા આવવાની સંભાવના

બનાસકાંઠા જિલ્લામાં આગામી ૧૭ થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન વાતાવરણમાં પલટા આવવાની સંભાવના
દાંતીવાડા ડેમની જળ સપાટી ૬૦૦ ફુટે પહોંચતા ડેમના દરવાજા ખુલે તેની પ્રજાજનોને તાલાવેલી સામાન્ય રીતે 17 સપ્ટેમ્બર બાદ ચોમાસુ ઋતુની વિધિવત રીતે વિદાય થતી હોય છે. જેમા બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં ચોમાસુ વિદાય લેતું હોય છે. પરંતુ આ વર્ષે 14 થી 20 સપ્ટેમ્બર દરમિયાન વરસાદના એક નવા રાઉન્ડની શક્યતાઓ રહેલી છે જેથી ચોમાસાની વિદાય લંબાશે બંગાળની ખાડીમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમ અને ગુજરાત પર સર્જાનાર સાયક્લોનિક સિસ્ટમને અસરને લઇ આગામી ૧૪ સપ્ટેમ્બરથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ પલટા આવશે જેના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદની ફરી એકવાર શરૂઆત થશે બનાસકાંઠા જિલ્લામાં પણ આ સિસ્ટમોની અસરને પગલે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. જોકે થોડા દિવસો પહેલા આવેલી મજબૂત સિસ્ટમ જેટલી આ નવી સિસ્ટમ મજબૂત નહીં હોય જેથી છુટાછવાયા સ્થળો પર સામાન્યથી મધ્યમ કે ક્યાંક ભારેવવરસાદ થવાની હવામાન નિષ્ણાતો એ આગાહી કરી છે. બનાસકાંઠા જીલ્લાનો દાંતીવાડા ડેમ ની જળ સપાટી ૬૦૦ પહોંચી ગઈ છે. ત્યારે વરસાદનું વધુ એક નવો રાઉન્ડ દાતીવાડા ના ઉપરવાસમાં પડે તો દાંતીવાડા ડેમના દરવાજા પણ ખોલવાની શક્યતાઓ રહેલી છે જેથી જિલ્લા વાસીઓને પણ દાંતીવાડા ના ડેમના દરવાજા ખુલે તેની તાલાવેલી જોવા મળી રહી છે.    
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર