રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસા તાલુકાના વડાવળ ગામે બનાસ નદીમાં ખોદકામ કરતાં મૂર્તિ નીકળી

ડીસા તાલુકાના વડાવળ ગામે બનાસ નદીમાં ખોદકામ કરતાં મૂર્તિ નીકળી
મૂર્તિ નીકળ્યા ના સમાચાર વાયુવેગે પ્રસરતા ગામ લોકો મુર્તિ જોવા ઉમટી પડ્યા; ડીસા તાલુકાના વડાવળ ગામે આવેલી બનાસ નદીમાં લીઝ સંચાલકો દ્વારા નદીમાંથી રેતી ભરવામાં આવી રહી છે. ત્યારે જેસીબી દ્વારા રેતી ભરી રહ્યા છે. તે દરમિયાન રેતી માં દટાયેલી મુર્તિ મળી આવી છે. વડાવળ માં બનાસ નદીમાં રેતી નું ખોદકામ દરમિયાન મૂર્તિ મળી આવ્યા ના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મૂર્તિ જેવા ગામ લોકો પણ નદીમાં પહોંચ્યા હતા. આ અગાઉ પણ આ ગામ આવેલ જૈન દેરાસર નજીક સમારકામ કરતા વખતે પણ પણ કીમતી ધાતુ મળી આવી હતી. વડાવળ ગામનો ઈતિહાસ પૌરાણિક અને મૈત્રક કાળ સાથે જોડાયેલ છે. ત્યારે જૈન દેરાસર ના પાછળના ભાગે આવેલી બનાસ નદીના પટમાંથી લીઝ ધારકો દ્વારા ખોદકામ કરતાં મૂર્તિ નીકળતા મોટી સંખ્યામાં ગામ લોકો સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારે આ મૂર્તિ ક્યાંથી આવી અને કયા સમયની છે. તે વહીવટી તંત્ર દ્વારા તપાસ થાય તેવી માંગ છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર