રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ચંડીસર GIDC: વીજ D.P.માં ભીષણ આગથી ફેક્ટરીમાં નાસભાગ

ચંડીસર GIDC: વીજ D.P.માં ભીષણ આગથી ફેક્ટરીમાં નાસભાગ

ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા, ફાયર ટીમો દોડી આવી

પાલનપુર તાલુકાના ચંડીસર GIDC વિસ્તારમાં આવેલી વીજ D.P. બનાવતી ફેક્ટરીમાં બુધવારે અચાનક ભીષણ આગ લાગતાં ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જણાવ્યા મુજબ ફેક્ટરીમાં વીજ D.P. ધડાકાભેર ફાટ્યા બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

આગ લાગતાની સાથે જ ફેક્ટરીમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉઠવા લાગ્યા હતા. જે દૂર સુધી નજરે પડતા હતા. ઘટનાને પગલે આસપાસના લોકોમાં પણ ભારે ચકચાર મચી ગઈ હતી. આગની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. જોકે, આગ કયા કારણોસર લાગી તે અંગેનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. પ્રાથમિક તબક્કે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી સામે આવી નથી. જોકે, ફેક્ટરીમાં રહેલા માલસામાન અને સાધન સામગ્રીને નુકસાન થયું હોવાની શક્યતા છે. આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ જ નુકસાનની વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ થશે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Palanpur

સંબંધિત સમાચાર