રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા21 એપ્રિલ, 2026| Super Admin

'તેરા તુજકો અર્પણ': ડીસા પોલીસે ₹1.32 લાખની કિંમતના મોબાઈલ માલિકોને પરત કર્યા

'તેરા તુજકો અર્પણ': ડીસા પોલીસે ₹1.32 લાખની કિંમતના મોબાઈલ માલિકોને પરત કર્યા

 ડીસા શહેર દક્ષિણ પોલીસે 'તેરા તુજકો અર્પણ' અભિયાન અંતર્ગત ગુમ થયેલા 8 મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત કર્યા છે. આ મોબાઈલ ફોનની કુલ કિંમત રૂ.1,32,200 આંકવામાં આવી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓની સૂચના બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષીતા રાઠોડ અને પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેએ જાહેર જનતાના ગુમ થયેલા કે ખોવાયેલા મોબાઈલ ફોન શોધી કાઢી પરત કરવા માટે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે, ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સી.એલ. સોલંકીના માર્ગદર્શન હેઠળ અને ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.બી. કોટવાલની દેખરેખ હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિવિધ અરજદારો દ્વારા ગુમ થયેલા, પડી ગયેલા કે ખોવાયેલા મોબાઈલ અંગેની અરજીઓ હતી. આ અરજીઓના આધારે, પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સિંગ અને ખાસ પોર્ટલનો ઉપયોગ કરીને આ મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા.

આ ઉપરાંત, 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત ડીસા શહેર દક્ષિણ પોલીસે વધુ એક પ્રશંસનીય કામગીરી કરી છે. પોલીસ સ્ટેશનમાં 1988 થી 2024 સુધીના ચોરી, લૂંટ અને ઠગાઈના ગુનાઓમાં જમા થયેલા સોના-ચાંદીના દાગીનાનો મુદ્દામાલ, જેમાંથી 9 ગુનાઓ કોર્ટ દ્વારા ફેસલ થઈ ચૂક્યા છે, તે મુદ્દામાલ પણ પરત કરવામાં આવ્યો છે. આ દાગીનાની અંદાજિત કિંમત રૂ. 55,205 (વર્તમાન બજાર કિંમત આશરે રૂ.8,45,000) છે, જે તેમના મૂળ માલિકો કે તેમના વારસદારોને શોધી કાઢી પરત સોંપવામાં આવ્યા હતા

સંબંધિત સમાચાર