માં અંબાના દ્વારે ગુંજશે સુર-તાલ : શક્તિપીઠ અંબાજીમાં બે દિવસીય ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન

બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા અંબાજીમાં બે દિવસીય 'અંબાજી ઉત્સવ'નું આયોજન કરાશે
યાત્રાધામ અંબાજી ખાતે ચૈત્રી નવરાત્રિના પાવન પ્રસંગે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર, બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે 'અંબાજી ઉત્સવ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૨૧ અને ૨૨ માર્ચ, ૨૦૨૬ના રોજ સાંજે ૭:૦૦ કલાકે અંબાજી મંદિરના પવિત્ર ચાચર ચોકમાં આ દ્વિ-દિવસીય સાંસ્કૃતિક મહોત્સવ યોજાશે.
આ કાર્યક્રમમાં ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા ભક્તિ સંગીત, લોક ડાયરો અને નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવશે. જેમાં તારીખ ૨૧ માર્ચના રોજ માયાભાઈ આહીર, ઈન્દિરાબેન શ્રીમાળી અને રમિંદર ખુરાના જેવા કલાકારો ભક્તિરસ પીરસશે, જ્યારે ૨૨ માર્ચના રોજ દીપક જોષી અને અનિતાબેન પટેલ સહિતના કલાકારો લોક ગાયન અને રાસ-ગરબાની રમઝટ બોલાવશે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ માઇભક્તોને આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તેમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ અખબાર યાદીમાં જણાવ્યું છે.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાઅંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળા બાદ પરંપરાગત પ્રક્ષાલન વિધિ સંપન્ન
2 દિવસ પહેલા
બનાસકાંઠાખેડૂતોનું હુંકાર: પાલનપુરમાં ૧૦ હજાર ખેડૂતો ભેગા થઈને ગજવશે અવાજ !
2 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા સહિત રાજ્યભરમાં જમીન દફતર કચેરીના કર્મચારીઓની હડતાળ યથાવત
2 દિવસ પહેલા
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે BNSS વિષય ઉપર ગેસ્ટ લેક્ચરનું આયોજન
4 દિવસ પહેલા
