રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા29 ડિસેમ્બર, 2025| Super Admin

તાલુકો બનવાની પ્રબળ માંગ : ભીલડી વિસ્તારના આગેવાનોએ અધ્યક્ષ સહિત અને જિલ્લા ભાજપ પ્રમુખને મળીને રજૂઆત કરી

તાલુકો બનવાની પ્રબળ માંગ : ભીલડી વિસ્તારના આગેવાનોએ અધ્યક્ષ સહિત અને જિલ્લા ભાજપ પ્રમુખને મળીને રજૂઆત કરી
ભીલડી વિસ્તારને ભીલડીયાજી તરીકે તાલુકો જાહેર કરવામાં આવે તો જૈન સમાજનું નામ પણ જોડાશે ભીલડીયાજી જૈન તીર્થને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગમાં સત્તાવાર સમાવેશ મળતા ભીલડી વિસ્તારના લોકોમાં ખુશી સાથે સ્થાનિક આગેવાનો અને નાગરિકો દ્વારા ભીલડીને “ભીલડીયાજી” નામે અલગ તાલુકો બનાવવાની રજૂઆતો થવા લાગી છે. ત્યારે ભીલડી વિસ્તારના વિવિધ આગેવાનો દ્વારા ભીલડીને તાલુકો જાહેર કરવાની મહત્વપૂર્ણ માંગ સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ  શંકરભાઈ ચૌધરી ની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન ભીલડી વિસ્તારના સર્વાંગી વિકાસ, વહીવટી સુવિધાઓ અને પ્રજાજનોને થતી મુશ્કેલીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. શંકરભાઈ ચૌધરીએ પણ સમગ્ર મુદ્દાને ગંભીરતાથી સાંભળી તાલુકા બાબતે ખૂબ જ પોઝિટિવ પ્રતિભાવ આપ્યો હોવાને કારણે આગેવાનોએ જણાવ્યું છે. તેની સાથે જ આગેવાનો દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ  કીર્તિસિંહ વાઘેલાને પણ મળીને ભીલડી વિસ્તારની હાલની સ્થિતિથી અવગત કરાયા હતા. જેમાં ખાસ કરીને ભીલડીમાં તાલુકાની સુવિધા ન હોવા તેમજ બસ સ્ટેશનના અભાવને કારણે પ્રજાજનોને રોજિંદી અવરજવર અને વહીવટી કામોમાં પડતી મુશ્કેલીઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી. જિલ્લા ભાજપ પ્રમુખે પણ ભીલડીની સમસ્યાઓ અંગે સંવેદનશીલતા દર્શાવી યોગ્ય કાર્યવાહી માટે આશ્વાસન આપ્યું.આ સમગ્ર પ્રયાસોમાં બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી કનુભાઈ વ્યાસનુ મહત્વપૂર્ણ સહયોગ મળી રહ્યો છે. ત્યારે ભીલડીને આગામી સમયમાં તાલુકાનો દરજ્જો મળી રહે તે માટે ઉચ્ચસ્તરે પણ રજૂઆતો કરવામાં આવી રહી છે. ભીલડીયાજી તીર્થના નામે તાલુકો બનાવવામાં આવે તો પ્રજાજનોની પણ માંગ સમગ્ર દેશભરમાં વરતા જૈન સમાજના લોકો માટે ભીલડીયાજી તીર્થ એક આસ્થાનું પ્રતીક સમાન છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન વિભાગમાં પણ આ તીર્થને સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વધુ એક નિર્ણય તાલુકા તરીકે પસંદ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. અને જૈન સમાજ સાથે આ તાલુકાનું નામ જોડાઇ શકે છે. ભીલડી આસપાસના 30 ગામો સાથે એક લાખ કરતા વધુ જનસંખ્યા ધરાવતો વિસ્તાર તાલુકા માટે હકદાર છે આ અંગે કેટલાક આગેવાનોએ જણાવ્યું હતું કે ભીલડી વિસ્તારના 30 થી વધુ ગામોના સરપંચોએ પોતે ભીલડી તાલુકો બને તે માટે સમર્થન પણ આપ્યું છે. આ ઉપરાંત તાલુકો બનાવવા માટે ૧ લાખ કરતા પણ વધુ જન સંખ્યા આ વિસ્તારમાં રહેલી છે. જેથી સાચા હકદારમાં તાલુકો બને તો આ વિસ્તારના વિકાસ ની પણ પ્રગતિ થશે.    

સંબંધિત સમાચાર