રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી
પાટણ9 જૂન, 2026| Super Admin

પાટણ જિલ્લાના સરસ્વતીમાં લાખોના ખર્ચે બનેલું એસટી બસ સ્ટેન્ડ શોભાના ગાંઠિયા સમાન

પાટણ જિલ્લાના સરસ્વતીમાં લાખોના ખર્ચે બનેલું એસટી બસ સ્ટેન્ડ શોભાના ગાંઠિયા સમાન

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાનું એસટી સ્ટેન્ડ પાટણ શિહોરી હાઈવે પર ચોરમારપુરા ખાતે સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરી ને બનાવામા આવેલ છે પરંતુ હાલમાં આ એસટી સ્ટેન્ડ ફકત શોભાનાં ગાઠીયા સમાન ભાષી રહ્યું છે. સરસ્વતી તાલુકાનાં એસટી સ્ટેન્ડ ની બિલકુલ બાજુમાં જ મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી અને સરસ્વતી કોટૅ પણ આવેલી છે જયાં રોજના અસંખ્ય અરજદારો પોતાના કામકાજ માટે આવતા હોય છે ત્યારે તાજેતરમાં સરસ્વતી તાલુકા એસટી બસ સ્ટેન્ડ સરકાર દ્વારા લાખોના ખર્ચે તૈયાર કરી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. પરંતુ આ બસ સ્ટેન્ડમા કોઈ પણ રૂટની એસટી બસો આવતી નથી. તેમજ અહીયા વિધાર્થી પાસની કે મુસાફર પાસની વ્યવસ્થા નથી તેના કારણે મુસાફરોને તેમજ અહી આવેલ કચેરીઓમાં આવતા અરજદારોને અને વિધાર્થી ભાઈ-બહેનો ને ચોકડીએ ઉતરીને આવું પડે છે. 

આવી કાળઝાળ ગરમીમાં મુસાફરોની તેમજ અરજદારો અને વિધાર્થીઓની હાલત કફોડી બની છે. હાલમા સરસ્વતી તાલુકાના બસ સ્ટેન્ડની હાલત એસટી અધિકારીઓ દ્વારા શોભાના ગાંઠિયા સમાન કરવામાં આવી છે અને ત્યાં કાગડા ઉડે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. તો શું વાહન વ્યવહાર મંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્ય કક્ષાના વાહન વ્યવહાર મંત્રી પ્રણવભાઈ માળી તેમજ એસટી નિગમના અધિકારીઓ કે મહેસાણા એસટી વિભાગના વિભાગીય નિયામક આ બાબતે યોગ્ય કાર્યવાહી હાથ ધરશે ? કે પછી જૈસે થે જેવી પરિસ્થિતિ ઉભી રાખશે?  સરસ્વતી તાલુકાના બસ સ્ટેન્ડમા શિહોરી રૂટની તેમજ ડીસા રૂટની જતી આવતી એસટી બસો સરસ્વતી તાલુકા બસ સ્ટેન્ડમા આવે અને અને વિધાર્થી પાસ તેમજ મુસાફરી પાસની વ્યવસ્થા કરવામાં આવે તેવી મુસાફરો અરજદારો અને વિધાર્થીઓની માંગ ઉઠવા પામી છે.

સંબંધિત સમાચાર