રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
ગુજરાત21 નવેમ્બર, 2024| Super Admin

હવાલા કૌભાંડનો પર્દાફાશ : સુરતમાં એસ.ઓ.જી પોલીસે 100 કરોડના હવાલના કૌભાંડમાં ઓમ પંડ્યાની ધરપકડ કરી

હવાલા કૌભાંડનો પર્દાફાશ : સુરતમાં એસ.ઓ.જી પોલીસે 100 કરોડના હવાલના કૌભાંડમાં ઓમ પંડ્યાની ધરપકડ કરી

સુરતમાં SOG પોલીસે 100 કરોડના હવાલા કૌભાંડમાં અમદાવાદમા કનેક્શન ઝડપ્યું છે. જેમા 100 કરોડના હવાલા રેકેટમાં અમદાવાદના ઓમ પંડ્યાની ધરપકડ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ દુબઈમાં બેઠેલા મહેશ દેસાઈનો મુખ્ય આરોપી ઓમ પંડ્યા હોવાનું બહાર આવ્યું છે. ત્યારે સુરતમાં 100 કરોડથી વધુના હવાલા કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ કેસમાં SOGએ 3ને પકડીને 27.38 કરોડના બેનામી વ્યવહારો શોધી કાઢ્યા હતા. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને ચીનમાંથી હવાલા મારફતે આવતા નાણાંને USDTમાં કન્વર્ટ કરનારા મકબુલ અબ્દુલ રહેમાન ડૉક્ટર, તેમના પુત્ર કાશિફ મકબુલ ડૉક્ટર અને મેજર અબ્દુલ રહીમ નાડાને સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ દ્વારા 4 દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. ત્યારે પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા સામે આવી રહ્યા છે. પિતા-પુત્રના 9 બેંક ખાતા ઉપરાંત વધુ 15 બેંક ખાતાની માહિતી મળી હતી. આ સાથે સુરતમાં 100 કરોડના હવાલા કૌભાંડમાં અમદાવાદના ઓમ પંડ્યાની એસઓજી પોલીસે ધરપકડ કરી હોવાનું પણ બહાર આવ્યું છે. 

દુબઈમાં રહેતા મહેશ દેસાઈના કેસમાં ઓમ પંડ્યા મુખ્ય આરોપી હોવાનું બહાર આવ્યું છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સુરતના સોની ફળિયા સિંધીવાડમાં આવેલી સફિયા મંઝિલમાં દરોડો પાડીને મકબુલ અબ્દુલ રહેમાન ડોક્ટર, તેના પુત્ર કાશિફ મકબુલ ડોક્ટર અને મેજર અબ્દુલ રહીમ નાડાની ધરપકડ કરી હતી અને હવાલા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે પિતા-પુત્રના મોબાઈલ ફોન પરથી 15થી વધુ બેંક ખાતાઓની માહિતી મેળવી હતી. નવ જેટલા બેંક ખાતા જપ્ત કરવામાં આવ્યા હતા. જેના દ્વારા આરોપીઓ જુદા જુદા દેશોમાં લેવડ-દેવડ કરતા હતા. 100 કરોડથી વધુના હવાલા ટ્રાન્ઝેક્શનના આરોપી મકબુલ પાસે દુબઈ રેસિડેન્સ વિઝા પણ હતો.

ટેગ્સ:#Surat#scam#arrests#SOG

સંબંધિત સમાચાર