રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા23 એપ્રિલ, 2026| Super Admin

પાલનપુરમાં કેસરીયો માહોલ : જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ‘વિકાસ સંકલ્પ સભા’ યોજાઈ

પાલનપુરમાં કેસરીયો માહોલ : જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ‘વિકાસ સંકલ્પ સભા’ યોજાઈ

કોંગ્રેસ પાસે નેતા, નિયત કે વિઝન નથી:-જગદીશ વિશ્વકર્મા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અંતિમ ચરણમાં પાલનપુરની રામપુરા ચોકડી ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને વિકાસ સંકલ્પ સભા યોજાઈ હતી. જેમાં પ્રદેશ પ્રમુખનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ભાજપી કાર્યકરોનો કલાસ લેતા માસ્તરની ભૂમિકામાં નજરે પડ્યા હતા.

પાલનપુરની રામપુરા ચોકડી ખાતે ખાનગી પાર્ટી પ્લોટમાં ભાજપની વિકાસ સંકલ્પ સભામાં આજે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અનોખી ભૂમિકામાં જોવા મળ્યા હતા. ભાજપના કાર્યકરો અને ઉમેદવારોની કાર્યશાળા સમી સભામાં સ્ટેજ પરથી પ્રવચન કરવાને બદલે જગદીશ વિશ્વકર્મા એ ભાજપી કાર્યકરોનો રીતસર નો કલાસ લીધો હતો. તેઓએ કાર્યકરો વચ્ચે જઈ મોદી સરકાર ની યોજનાઓ અંગે સવાલો કર્યા હતા. જોકે, મોટાભાગના કાર્યકરો મોદી સરકારની 10 યોજનાઓથી પણ અજાણ જોવા મળ્યા હતા. 

આ સભામાં જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાસે નેતા, નિયત કે વિઝન નથી. જેથી લોકો કોંગ્રેસ છોડીને ભાજપની વિકાસ યાત્રામાં જોડાઈ રહ્યા છે. અગાઉની કોંગ્રેસની સરકારો આંતકવાદી હુમલાઓને માત્ર વખોડી કાઢતી હતી. જ્યારે મોદી સરકારે સર્જીકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક અને ઓપરેશન સિંદૂર થકી ત્રણ વખત આંતકીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. ત્યારે વિકાસની રાજનીતિ માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માં ક્યાંય કચાશ ન રહી જાય અને પુરા બનાસકાંઠામાં કમળ ખીલવવા પ્રદેશ પ્રમુખે હાકલ કરી હતી. જોકે, જન સમર્થન જોતા બનાસકાંઠા જિલ્લાની તમામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના વલંત વિજયનો આશાવાદ જિલ્લા ભાજપે વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપના હોદ્દેદારો, પૂર્વ સાંસદો, શહેર/તાલુકા ભાજપના હોદ્દેદારો અને સ્થાનિક ધારાસભ્ય સહિત ભાજપના ઉમેદવારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

સંબંધિત સમાચાર