સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લાના લાખો ૫શુપાલક ૫રિવારો માટે આર્થિક જીવાદોરી સમાન અને સામાજીક વિકાસની ધરોહર સાબરડેરીની ૬૨ મી સાધારણ સભા તા.૨૭-૦૮-ર૦ર૬ ના રોજ ગુજરાત કો-ઓ૫રેટીવ મીલ્ક માર્કેટીંગ ફેડરેશનના પૂર્વ ચેરમેન તથા સાબરડેરીના ચેરમેન શામળભાઈ બી.૫ટેલના અઘ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં સાબરડેરીના વાઈસ ચેરમેન ઋતુરાજભાઈ ૫ટેલ, પૂર્વ સાંસદ દિ૫સિંહજી રાઠોડ, અરવલ્લી ભાજપા સંગઠન પ્રમુખ ભીખાજી ઠાકોર, પૂર્વમંત્રી અને ધારાસભ્ય ભીખુંસિંહ પરમાર,સાબરકાંઠા ભાજપા પૂર્વ પ્રમુખ પી.સી.પટેલ, નિયામક મંડળના તમામ સદસ્યો,સાબરડેરીના ભૂતપૂર્વ નિયામક મંડળના સભ્યઓ,સહકારી આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સાબરડેરીની સભાસદ દૂધ મંડળીઓના પ્રતિનિધિઓની હાજરીમાં યોજાઈ ગઈ. 
સાધારણ સભાના અઘ્યક્ષ સ્થાનેથી શામળભાઈ ૫ટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી,ગૃહ અને સહકારિતા મંત્રી અમીતભાઈ શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ ૫ટેલ,પ્રદેશ ભાજપા અઘ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીનો સહકાર અને પ્રેરણા આપવા બદલ આભાર માની દુધ ઉત્પાદકોની આર્થિક ઉન્નતિ માટે કટીબઘ્ધતા દર્શાવી વડાપ્રધાનના ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્૫ની સિઘ્ધિ અને અમીતભાઈ શાહના સહકારથી સમૃઘ્ધિના મંત્રને સાર્થક કરવા હેતુ સંઘ પ્રતિબઘ્ધ છે એવું જણાવી સાબરડેરી લાખો પશુપાલક પરિવારોના પરિશ્રમ, વિશ્વાસ અને સ્વપ્નોનું જીવંત પ્રતિબિંબ છે. સાબરડેરીની મૂળભૂત વિચારધારા “સંસ્થા મજબૂત બનશે તો દૂધ ઉત્પાદક મજબૂત બનશે. અને દૂધ ઉત્પાદક મજબૂત બનશે તો ગામડું અને સમગ્ર પ્રદેશ સમૃદ્ધ બનશે.આ માટે સંઘના વહીવટમાં પારદર્શિતા, કરકસર, કાર્યક્ષમતા અને દૂધ ઉત્પાદકોના આર્થિક હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે છે,વધુમાં તેઓ એ જણાવેલ કે સંઘની પ્રગતિ માત્ર આંકડાની વૃદ્ધિ નથી પણ લાખો દૂધ ઉત્પાદકોના વિશ્વાસ,દૂધ મંડળીઓની કાર્યક્ષમતા અને સાબરડેરીના સમગ્ર પરિવારની મહેનતની સફળતા છે.
સાધારણ સભા પ્રસંગે સાબરડેરીના વાઈસ ચેરમેન ઋતુરાજભાઈ ૫ટેલે સાધારણ સભાના સમા૫ન પ્રસંગે આભાર વિધિ કરેલ હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત દૂધ મંડળીઓના ચેરમેનઓ અને સેક્રેટરીઓની હાજરીમાં સભા શાંતિપૂર્ણ માહોલમાં સફળતાથી પૂર્ણ થઈ હતી.





