રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ડિસેમ્બરમાં ભારતની મુલાકાતે આવશે. ક્રેમલિનના વરિષ્ઠ અધિકારી યૂરી ઉશાકોવે તેની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, સોમવારે ચીનમાં થનારી શંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી મોદી અને પુતિનની મુલાકાત થશે, જ્યાં ડિસેમ્બરમાં તેમની યાત્રાની તૈયારીને લઈ ચર્ચા થશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પહેલા જ સંકેત આપી દીધા હતા કે પુતિન ટૂંક સમયમાં ભારત આવશે. જોકે તારીખ અને સમય નક્કી નહોતો થયો. ડોભાલે કહ્યું હતું કે, ભારત-રશિયા વચ્ચે ખાસ અને લાંબા સમયથી ચાલી રહેલા સંબંધ છે, જેની બંને દેશ કદર કરે છે. આ જાહેરાત એવા સમયે આવી છે, જ્યારે અમેરિકાએ ભારત પર વધારાનો ૨૫ ટકા ટેરિફ લગાવી દીધો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ પગલું રશિયાથી ભારતની ઓઇલ ખરીદી પર ઉઠાવ્યું છે. તેમનો આરોપ છે કે ભારત ડિસ્કાઉન્ટ પર રશિયન તેલ ખરીદી તેનો એક હિસ્સો ખુલ્લા બજારમાં ઊંચા ભાવ પર વેચીને નફો કમાઈ રહ્યા છે. ટ્રમ્પે લખ્યું હતું કે ભારતને ફરક નથી પડતો કે યુક્રેનમાં રશિયાની મશીનરીથી કેટલા લોકો મરી રહ્યા છે.
રાષ્ટ્રીય| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ડિસેમ્બરમાં ભારત આવશે : ક્રેમલિને તારીખ નક્કી કરી

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#india#china#russia#December#Donald Trump#National Security#tariff#Ukraine#Kremlin#Putin#Yuri Ushakov#India-Russia
સંબંધિત સમાચાર
રાષ્ટ્રીય'સત્ય બદલાશે નહીં,' નાના પાટેકરના પુત્ર મલ્હારે તનુશ્રી દત્તાને વળતો જવાબ
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયSIR અફવાઓનો વિરોધ કરશે ભાજપ, દેશવ્યાપી ઝુંબેશ શરૂ કરશે
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયવિરોધ પ્રદર્શન પહેલા અભિજીત દિપકેની અટકાયત કરવામાં આવી હતી, નેહા બોરાની પણ અટકાયત
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયસીજેપીના વિરોધ પ્રદર્શનથી દિલ્હીના ખાન માર્કેટથી કનોટ પ્લેસ સુધીનો વ્યવસાય ઠપ્પ
1 દિવસ પહેલા
