રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા9 જુલાઈ, 2025| Super Admin

માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાસકાંઠામાં ૨૦ જેટલા રસ્તાઓને મરામત કરીને પૂર્વવત કરાયા

માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાસકાંઠામાં ૨૦ જેટલા રસ્તાઓને મરામત કરીને પૂર્વવત કરાયા

બનાસકાંઠા જિલ્લામાં થયેલ વરસાદને પગલે જિલ્લામાં ૨૦ જેટલા રોડ-રસ્તાઓને નુકસાન થયું હતું. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન અને સૂચનાઓ હેઠળ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તથા પંચાયત દ્વારા જિલ્લામાં નુકસાન થયેલા તમામ રસ્તાઓને મરામત કરીને પૂર્વવત કરાયા છે. માર્ગ અને મકાન વિભાગ રાજ્ય પાલનપુર હસ્તક જિલ્લામાં કુલ ૨૨૯ રસ્તાઓ આવેલા છે. આંબા ઘાટા- દાંતા રસ્તા પર થયેલ લેન્ડ સ્લાઇડના કારણે બંધ થયેલ રસ્તાને યુદ્ધના ધોરણે રીપેર કરીને પુનઃશરૂ કરાયો હતો. માર્ગ અને મકાન વિભાગ દ્વારા લેન્ડ સ્લાઈડના લીધે રસ્તા પર ભેગા થયેલ ડેબ્રિસને તાત્કાલિક હટાવીને રસ્તાને પુનઃ કાર્યરત કરવામાં આવ્યો હતો. માર્ગ અને મકાન વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓને રિપેરિંગ, રિસરફેસિંગ, મેટલવર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદના સમયમાં અસુવિધા ન થાય તે માટે જરૂરી તકેદારીના પગલાંઓ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર