રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા14 મે, 2025| Super Admin

પાલનપુરમાં ગુરુ નિધિ બંગ્લોઝના રહીશોએ વરસાદી ખાડા જાતે પૂર્યા

પાલનપુરમાં ગુરુ નિધિ બંગ્લોઝના રહીશોએ વરસાદી ખાડા જાતે પૂર્યા
નઘરોળ પાલિકા તંત્રએ ન સાંભળતા "અપને હાથ જગન્નાથ; ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકાના શાસકો "રિયલ" કામ છોડી "રીલ" ના રવાડે ચડતા નગરજનોના પ્રાથમિક કામો પણ ટલ્લે ચડ્યા હોવાની રાવ ઉઠી છે. શહેરના પારપડા રોડ પર આવેલા ગુરુ નિધિ બંગ્લોઝ માં વરસાદી ખાડા પાલિકાએ ન પૂરતા સ્થાનિકોએ "અપને હાથ જગન્નાથ" કરતા જાતે ખાડા પુરવા મજબૂર બન્યા હતા. પાલનપુર નગરપાલિકાના શાસકોને નજીકનું દેખાતું ન હોય તેમ તેઓ લોકો ને પ્રાથમિક સુવિધાઓ આપવામાં તો ઉણા ઉતરી રહ્યા છે. ત્યારે જાણે દૂર નું દેખી શકવાનો ડોળ કરતા હોય તેમ રોજબરોજના પ્રશ્નોને ઉકેલવાને બદલે પ્લાસ્ટિક મુક્ત અભિયાન છેડીને સોશિયલ મીડિયામાં પોતાની વાહ વાહીનો ઢંઢેરો પીટી રહ્યા હોવાની બુમરાણ મચી છે. જેની પ્રતીતિ કરાવતી ઘટના શહેરના પારપડા રોડ પર આવેલા ગુરુ નિધિ બંગલોઝમાં સામે આવી હતી. જેમાં ખુદ ભાજપ ના સક્રિય કાર્યકર બિપિનભાઈ ગુપ્તા ના જણાવ્યા મુજબ, તેઓની સોસાયટીમાં વરસાદ થી ખાડા પડી ગયા હતા. આ અંગે તેઓએ ખુદ પાલિકા પ્રમુખ ચીમનલાલને 2 થી 3 વાર ટેલીફોનીક વાત કરી હતી. સોસાયટીમાંથી પણ વાત કરેલ પરંતુ ત્રણ દિવસ થવા છતાં પુરાણ કર્યું નહતું. દરમિયાન, આજે સોસાયટીના રહીશોએ જાતે જ "અપના હાથ જગન્નાથ" ઉક્તિને અનુસરતા જાતે જ વરસાદી ખાડા પૂર્યા હતા. આમ, પાલિકાની ઘોર ઉદાસીનતા સામે સ્થાનિકોએ ફિટકારની લાગણી વરસાવતા જાતે જ રોડનું સમારકામ હાથ ધર્યું હતું.

સંબંધિત સમાચાર