રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણની આયુષ ટાઉનશિપમાં જનભાગીદારી છતાં સીસી રોડનું કામ શરૂ નહીં કરાતાં રહીશોમાં રોષ

પાટણની આયુષ ટાઉનશિપમાં જનભાગીદારી છતાં સીસી રોડનું કામ શરૂ નહીં કરાતાં રહીશોમાં રોષ
પાંચ દિવસમાં કામ શરૂ નહીં કરવામાં આવેતો ગાંધીનગર સુધી રજુઆત કરવાની ચિમકી; પાટણ શહેરના હાંસાપુર રોડ પર રોટલીયા હનુમાન મંદિર નજીક આવેલી આયુષ ટાઉનશિપમા સીસી રોડના અધૂરા કામથી રહીશો પરેશાન છે. જનભાગીદારીથી સીસી રોડ બનાવવા માટે સોસાયટીના રહીશોએ પૈસા ભર્યા હતા. કોન્ટ્રાક્ટરે જેસીબીથી અધૂરો રોડ તોડીને કામ અટકાવી દીધું હતું. રહીશોએ ટ્રેક્ટર લઈને નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. પાટણના ધારાસભ્ય ડો.કિરીટભાઈ પટેલ અને શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક પટેલની હાજરીમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી. તૂટેલા રોડને કારણે વૃદ્ધો અને બાળકો સહિત રહીશો મુશ્કેલી અનુભવી રહ્યા છે. રજૂઆતને પગલે ચીફ ઓફિસરે ગુરુવારથી કામ શરૂ કરવાની ખાતરી આપી છે. સોસાયટીના રહીશોએ જણાવ્યું કે જો ગુરુવાર પછી કામ શરૂ નહીં થાય તો પ્રાંત કચેરી અને ગાંધીનગર સુધી આ મામલે રજૂઆત કરવામાં આવશે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર