રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
રાષ્ટ્રીય2 મે, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પશ્ચિમ બંગાળના 15 બૂથ પર ફરીથી મતદાન : હિંસા અને EVM છેડછાડ બાદ ચૂંટણી પંચનો નિર્ણય

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના મતદાન દરમિયાન થયેલી હિંસા અને ગેરરીતિઓને ધ્યાને રાખીને, ચૂંટણી પંચના આદેશ મુજબ આજે દક્ષિણ 24 પરગના જિલ્લાના કુલ 15 મતદાન મથકો પર ફરીથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ગત 29 એપ્રિલના રોજ યોજાયેલા બીજા તબક્કાના મતદાન દરમિયાન ડાયમંડ હાર્બરના 4 અને મગરહાટ પશ્ચિમના 11 બૂથો પર હિંસા, EVM સાથે છેડછાડ અને જૂથ અથડામણની ફરિયાદો ઉઠી હતી. આ ગંભીર અહેવાલોને આધારે ચૂંટણી પંચે તે દિવસે થયેલા મતદાનને અમાન્ય જાહેર કરી શુક્રવારે પુનર્મતદાન (Re-polling) યોજવાની સત્તાવાર જાહેરાત કરી હતી.

સમયગાળો: મતદાન પ્રક્રિયા સવારે 7:00 વાગ્યે શરૂ થઈ છે, જે સાંજે 6:00 વાગ્યા સુધી ચાલશે.

મતદાનની ટકાવારી: સાંજે 5 વાગ્યા સુધીમાં મગરાહાટ પશ્ચિમમાં 86.11% અને ડાયમંડ હાર્બરમાં 87.60% મતદાન

ટેકનિકલ મુશ્કેલી: ડાયમંડ હાર્બરની રોયનગર પ્રાથમિક શાળાના બૂથ નંબર 243 પર સવારના સમયે EVM ખોટકાયું હોવાની ફરિયાદ મતદારો દ્વારા કરવામાં આવી હતી, જેના કારણે મતદાન પ્રક્રિયામાં અડધા કલાકથી વધુ સમયનો વિલંબ થયો હતો.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, બાકીના તબક્કાના મતદાન અને આજના પુનર્મતદાન પૂર્ણ થયા બાદ, તમામ મતોની ગણતરી 4 મે, 2026 ના રોજ હાથ ધરવામાં આવશે. આજના મતદાનને ધ્યાને રાખીને સંવેદનશીલ બૂથો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેથી ગત વખત જેવી હિંસાની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.

સંબંધિત સમાચાર