રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

રાજકોટ સામુહિક દુષ્કર્મ મામલો: સુરત અને અમદાવાદથી વધુ બે આરોપીઓ દબોચ્યા, ફરાર એક શખ્સને પકડવા રાજ્ય બહાર તપાસ તેજ

રાજકોટ: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ૧૪ વર્ષની માસૂમ સગીરા પર આચરાયેલા સામુહિક દુષ્કર્મ (ગેંગ રેપ) ના ગુનામાં ભક્તિનગર પોલીસે વધુ બે મુખ્ય આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. ઇન્સ્ટાગ્રામ પર ‘ડેવિલ’ નામે આઈડી બનાવી સગીરાને પ્રેમજાળમાં ફસાવનાર સાહિલ ઉર્ફે ડેવિલ અને અન્ય એક આરોપીને પોલીસે સુરત અને અમદાવાદથી દબોચી લીધા છે. કોર્ટે પકડાયેલા આરોપીઓના ૨૫ મે સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

મિત્રતાથી શરૂ થયેલો અત્યાચાર

આ કેસની વિગત મુજબ, સગીરાની જ એક સગીર વયની બહેનપણીએ તેને મોબાઈલ આપ્યો હતો અને અન્ય એક શખ્સે સીમકાર્ડ આપ્યું હતું. ત્યારબાદ આ સહેલીએ જ સગીરાનો પરિચય અલગ-અલગ યુવાનો સાથે કરાવ્યો હતો. આ નરાધમોએ ફ્રેન્ડશીપના બહાને સગીરાને ઘરમાં અને હોટેલમાં લઈ જઈ હવસનો શિકાર બનાવી હતી. એટલું જ નહીં, ચાલતી કારમાં પણ ત્રણ શખ્સોએ સગીરા સાથે વારાફરતી બળજબરી આચરી હતી.

નકલી પોલીસ અને ટ્રાફિક વોર્ડન પણ સામેલ

પોલીસે અગાઉ આ કેસમાં બે સગીર સહિત પાંચની અટકાયત કરી હતી. આ ટોળકીમાં નકલી પોલીસ બનીને લૂંટ ચલાવવામાં સામેલ પોપટપરાનો કુખ્યાત મિહીર કુગશીયા અને ટ્રાફિક વોર્ડન ધવલ રાઠોડ પણ સામેલ છે. પોલીસે તમામ ૮ શખ્સો સામે પોક્સો (POCSO), ગેંગરેપ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા સહિતની કડક કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

મુખ્ય આરોપી સાહિલ રીઢો ગુનેગાર

પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, સગીરાને ઇન્સ્ટાગ્રામ પર ફસાવનાર મુખ્ય આરોપી સાહિલ ઉર્ફે ડેવિલ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેની સામે અગાઉ ચોરીના ૭ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. આ કેસનો હજુ એક આરોપી ફરાર છે અને તે ગુજરાત બહાર ભાગી ગયો હોવાની આશંકાથી પોલીસે તેની પાછળ ચક્રો ગતિમાન કર્યા છે. તપાસ દરમિયાન પોલીસે ગુનો નોંધી તાત્કાલિક મિહીર ભાનુભાઈ કુગશીયા (ઉ.વ.22), ધવલ રાજેશભાઈ રાઠોડ (ઉ.વ.24), સાહિલ ઉર્ફે ઝેરી હનીફભાઈ ઝરા (ઉ.વ.24) તથા બે સગીર મળી પાંચને પકડી પાડ્યા બાદ વધુ બે આરોપી અબ્દુલરજાક જુમાભાઈ ઠેબા (ઉ.વ.22) તથા સાહિલ ઉર્ફે ડેવીલ હમીરભાઈ નારેજા (ઉ.વ.21)ને અમદાવાદ અને સુરતથી ઝડપી પાડવામાં આવ્યા છે. જેમને કોર્ટમાં રજૂ કરતા તમામને આગામી તારીખ 25 મેં સુધી પોલીસ રિમાન્ડ પર મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર